સુહાના ખાન KRKના શાર્દુલ ઠાકુરની ચમત્કારિક બેટિંગ જોઇને થઇ પ્રભાવિત, તેણે શાર્દુલની જબરજસ્ત પ્રશંસા કરી

KKR Vs RCB, Shardul Thakur: આ મેચનો હીરો રહેલા શાર્દુલ ઠાકુરે ઓલરાઉન્ડર ધમાકેદાર પરફોર્મન્સ કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. શાર્દુલની તોફાની બેટિંગ જોઈને શાહરુખ ખાનની દીકરી સુહાના પણ તેનીshahrukh khan daughter ફેન બની ગઈ છે.

KKR Vs RCB, Shardul Thakur: આ મેચનો હીરો રહેલા શાર્દુલ ઠાકુરે ઓલરાઉન્ડર ધમાકેદાર પરફોર્મન્સ કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. શાર્દુલની તોફાની બેટિંગ જોઈને શાહરુખ ખાનની દીકરી સુહાના પણ તેનીshahrukh khan daughter ફેન બની ગઈ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
shahrukh khan daughter suhana khan photo news

કિંગ ખાનની લાડલી સુહાના ખાન ક્રિકેટર શાર્દુલ ઠાકુરથી પ્રભાવિત

IPL 2023ને લઇને મોહોલ રોમાચિંત છે. IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તાબતોડ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં KRKનું ધમાકેદાકર પ્રદર્શન જોઇને ફેન્સના ટિકિટના રૂપિયા વસૂલ થઇ ગયા હતા. પરંતુ જે કામ ટોપ ઓર્ડર ના બેટ્સમેન ના કરી શક્યા તે શાનદાર રીતે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે કરી બતાવ્યું હતું. હોમ ગ્રાઉન્ડ પર કેકેઆરની જીતમાં શાર્દુલ ઠાકુરની મહત્વની ભૂમિકા રહી છે. શાર્દુલની બેટિંગ જોયા બાદ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાને રોકી શકી નહોતી, સુહાનાએ શાર્દુલની જબરજસ્ત પ્રશંસા કરી હતી.

Advertisment

પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી કેકેઆર તરફથી રહમનુલ્લાહ હુરબાઝને ટોપ ઓર્ડરની જવાબદારી સોંપાઈ હતી. ગુરબાઝે શાનદાર અડધી સદી લગાવી હતી, પરંતુ તેની સામેના બેટ્સમેનો ડબલ ડિજિટમાં પણ પહોંચી શકતા નહોતા. આવામાં રસેલ ડક થયો હતો. પરંતુ શાર્દુલ ઠાકુરે રસેલની કમી પૂરી કરી હતી. તેણે માત્ર 20 બોલમાં સ્ફોટ બેટિંગ કરીને અડધી સદી પૂર્ણ કરીને 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા છે.

આ સાથે રિંકૂ સિંહે પણ 46 રનની સ્ફોટક બેટિંગ કરી હતી. જેના કારણે કેકેઆર પોતાનો સ્કોર 204 પર પહોંચાડી દીધી હતી. શાર્દુલ ઠાકુરની બેટિંગ જોઈને કેકેઆર સિવાયના ક્રિકેટ ચાહકો પણ તેના ફેન બની ગયા હતા.

મેચના હીરો રહેલા શાર્દુલ ઠાકુરે તોફાની બેટિંગ કરી જેના પર સુહાના ખાને રિએક્શન આપ્યું છે, સુહાનાએ કહ્યું, 'મને ક્રિકેટ જોવાનો બહુ શોખ નથી. પરંતુ આ ઈનિંગ્સને જોઈને મને લાગ્યું કે આ કેટલી શાનદાર રમત છે. મેં આવી બેટિંગ પહેલા ક્યારેય જોઈ નથી. શાર્દુલ તમે સારું રમ્યું, મને ખુશી છે કે આ ઐતિહાસિક મેચ અને તમારી શાનદાર ઈનિંગ્સ ગવાહ બની છે. તમે કરોડો લોકોને તમારા ફેન બનાવી દીધા છે, જેમાં મારો પણ સમાવેશ થાય છે'.

Advertisment

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા-અનુષ્કા શર્માનું કરિયર બરબાદ કરવાના આક્ષેપ સામે હવે કરણ જોહરે મૌન તોડ્યું

શાર્દુલ ઠાકુર પછી કેકેઆરના સ્પિનર્સે પણ કમાલની જાળ બીછાવી હતી. ટીમના બન્ને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસી સ્પિનર્સની જાળમાં ફસાઈ ગયા હતા. આમ આખી ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. આ મેચમાં 204ના ટાર્ગેટ સામે બેંગ્લોરની ટીમ 81 રનથી હારી ગઈ હતી. આ જીત સાથે કેકેઆરે કમબેક કર્યું છે. પહેલી મેચમાં ટીમની પંજાબ સામે હાર થઈ હતી.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities IPL મનોરંજન ન્યૂઝ