ફિલ્મ નિર્માતા કરણ જોહર પોતાની જૂની ક્લિપ્સને કારણે પૂરજોશમાં ચર્ચામાં છે. આ વાયરલ ક્લિપમાં કરણ જોહરે પોતે કબૂલાત કરી હતી કે અનુષ્કા શર્માની કારકિર્દી ખતમ કરી નાંખવા માંગતો હતો. તે જ સમયે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ તેને બોલિવૂડમાં સાઇડલાઇન કરવામાં આવી રહી છે તેવો ખુલાસો કર્યો છે. બીજી તરફ કરણ જોહરનો આ વીડિયો વાયરલ થયા પછી વિવેક અગ્નિહોત્રીએ સહિત અનેક મોટી હસતીઓએ કરણને આડેહાથ લીધો છે. આ વિવાદ વચ્ચે હવે કરણ જોહરે મૌન તોડ્યું છે.
રબને બના દી જોડી’માં આદિત્ય ચોપરા અનુષ્કાને કાસ્ટ કરવાનો હતો ત્યારે કરણે કહ્યું હતું કે, તું ગાંડો જ હોઈશ ત્યારે જ ફિલ્મ માટે આને સાઈન કરે છે. જોકે, કરણે સ્વીકાર્યું હતું કે, આવું વિચારવા માટે તેને અફસોસ થયો હતો. બાદમાં કરણે પોતે અનુષ્કાને પોતાની ફિલ્મોમાં લીધી હતી.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા વધુ એક હોલિવૂડ ફિલ્મ ‘હેડસમાં ચમકશે
અનુષ્કા અને પ્રિયંકાની કરિયર બરબાદ કરવાના આરોપો વચ્ચે કરણ જોહરે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટ્ગ્રામ હેન્ડલ પર એક હાઇડ નોટ શેર કરી છે. જેમાં કલંક ફિલ્મ નિર્માતાએ ભારે શબ્દોમાં એક કવિતા લખી છે, જેમાં લખ્યું છે કે, ‘લગાલો ઇલઝા્મ, હમ ઝુકને વાલો મેં સે નહીં, જૂઠા કા બન જાઓ ગુલામ, હમ બોલને વાલો મે સે નહીં, જીતના નીચે દિખાઓગે, જીતના આરોપ લગાઓગે, હમ ગિરને વાલો મે સે નહીં, હમારા કરમ હમારી વિજય હૈ, આપ ઉઠા લો તલવાર, હમ મરને વાલો મે સે નહીં’.