અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopara) હવે ગ્લોબલ સ્ટાર બની ગઇ છે. વિશ્વસ્તરે તેની લોકપ્રિયાતમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. પ્રિયંકા ચોપરા બોલિવૂડ ફિલ્મો સાથે હવે હોલિવૂડ સ્ક્રીન પર છવાઇ રહી છે. પ્રિયંકા ચોપરા હાલ પોતાની ઇન્ટરનેશન વેબ સીરિઝ ‘સિટાડેલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો બીજી બાજુ પ્રિયંકાનાં ફેન્સ માટે વધુ એક ખુશખબર છે.
પ્રાપ્ત વિગત અનુસાર, પ્રિંયકા ચોપરાએ હોલિવુડની વધુ એક ફિલ્મ સાઈન કરી છે.લજેનુ નામ ‘હેડસ ઓફ સ્ટંટ’ છે. તેની સામે મશહુર રેસલર જોનસીના અને ઈદરીસ એલ્બા પણ કામ કરશે. પ્રિયંકાએ સોશ્યલ મિડિયામાં તેના ફેન્સને આ ખુશખબરી શેર કરી છે. આ ફિલ્મનુ શુટીંગ મે મહિનામાં શરૂ થઈ શકે છે.
ફિલ્મનું નિર્દેશન ‘નોબડી’ફેમ નિર્દેશક ઈલ્યા નેશુલર ડાયરેકટ કરશે.ફિલ્મ હેરિસન કવેરીની કથા પર આધારીત છે.રિપોર્ટ મુજબ આ ફિલ્મ થોડી ઘણી એરફોર્સ વન મીટ મીડનાઈરન જેવી હશે. પ્રિયંકાનાં અન્ય પ્રોજેકટની વાત કરીએ તે તેની હોલીવુડની ફીલ્મ ‘લવ અગાઈન રિલીઝ માટે તૈયાર છે.આ સિવાય ડાયરેકટર ફરહાન અખ્તરની ફીલ્મ ‘જી લે જરા ભી’માં કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિંયકા ચોપરા તાજેતરમાં તેના પતિ અને દીકરી માલતી સાથે મુંબઇ ખાતે આવી હતી. આ દરમિયાન અભિનેત્રી નીતા અંબાણી કલ્ચર સમારોહના ઉદ્ધાઘટનમાં હાજર રહી હતી. જેમાં તે બલાની ખુબસુરત લાગી રહી હતી. આ સાથે પ્રિયંકા ચોપરા માલતી મૈરી સાથે ગજવિખ્યાત સિદ્ધિવિનાયકના મંદિરે બાપાના દર્શન માટે પહોંચી હતી.
આ પણ વાંચો: રવિના ટંડનનો પલટવાર, પદ્મશ્રી અંગે ટ્રોલ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
મહત્વનું છે કે, પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરા હાલ આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના પોતાના સંબંધોને કારણે ખુબ ચર્ચામાં છે. આ બંનેની સગાઇ ટૂંક સમયમાં થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે પ્રિયંકાની મુંબઇમાં એન્ટ્રી થતાં આ વાતને વધુ વેગ મળ્યો હતો. જો કે પ્રિંયકા ચોપરા ફરી પોતાના નિવાસસ્થાને જતી રહી છે.