Janhvi kapoor birthday: બોલિવૂડની દિગ્ગજ અને દિવગંત અભિનેત્રી શ્રદેવી (Sridevi) ની લાડલી પુત્રી જાનવી કપૂર (Janhvi kapoor) આજે 6 માર્ચના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જાહ્નવી કપૂર આજે કોઇ ખાસ પરિચયને મોહતાજ નથી. જાહ્નવી કપૂર ભલે બે દિગ્ગજ સ્ટાર્સની દીકરી હોય. પરંતુ તેને ફિલ્મી દુનિયામાં ઘણો સંઘર્ષ કર્યા બાદ આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ આગવું સ્થાન બનાવ્યું છે. નવાઇની વાત એ છે કે, ખુદ એક દિગ્ગજ સ્ટાર્સ હોવા છતાં શ્રીદેવી ક્યારેય ઇચ્છતી ન હતી કે, તેની દીકરી જાનવી ફિલ્મી દુનિયામાં પોતાનું કરિયર બનાવે. જે અંગે જાનવી કપૂર એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. ત્યારે આવો જાણીએ કે કેમ શ્રેદેવી ન ઇચ્છતી કે તેની દીકરી ફિલ્મી દુનિયામાં કારકિર્દી ના બનાવે?
જાનવી કપૂર એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેની માતા કદી ઈચ્છતી ન કે, ‘તે બોલિવૂડમાં કરિયર બનાવે, તે ઈચ્છતી હતી કે હું ડોક્ટર બનું’.પરંતુ જાનવીનું નસીબ બોલિવૂડ સ્ટાર બનવાનું હતું અને તે બની ગઈ. વધુમાં જાનવી કપૂર જણાવ્યું હતુ કે, એક્ટિંગનું ભુત તો બાળપણથી જ હતું. પરંતુ માતા શ્રેદેવી ઇચ્છતા હતા કે હું ફિલ્મોની તણાવભરી લાઇફ અને સંઘર્ષથી દૂર રહું. જો કે જાહ્નવી કપૂરે એક્ટિંગ કરવા માટે તેના પિતા બોની કપૂરની મદદથી શ્રદેવીને મનાવી લીધા હતા અને આ પ્રકારે જાનવીની બોલિવૂડમાં એન્ટ્રી થઇ.
જાનવી કપૂરની પહેલી ફિલ્મ ધડક રિલીઝ થવાની જ હતી કે, અચાનક શ્રેદેવીના મોતથી સમગ્ર પરિવાર અને તેના ફેન્સ હચમચી ગયા હતા. શ્રેદેવીનું મોત દુબઇ સ્થિત હોટલના રૂમમાં એક બાથટબમાં ડૂબવાથી થયું હોવાનું કારણભૂત છે. આ પછી પરિવાર અને જાનવીને નોર્મલ થતાં ઘણો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો: નેપોટિઝમ એક નિરર્થક ચર્ચા છે: મનોજ બાજપેયી
જાનવી કપૂર ઇન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું કે, તેની પ્રથમ ફિલ્મ ‘ધડક’ને મળેલી સફળતાને પગલે તેની હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થયો. આ પછી જાહ્નવી મિલી, ગુડલક જેરી, ગુંજન સકસેના ફિલ્મોમાં ચમકી. આ વર્ષે જાનવી કપૂર ‘દોસ્તાના’, ‘બવાલ’ અને ‘બોમ્બે ગર્લ’ તેમજ કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જાહ્નવી કપૂર ધમાલ મચાવશે.