scorecardresearch

નેપોટિઝમ એક નિરર્થક ચર્ચા છે: મનોજ બાજપેયી

Manoj Bajpayee: બોલિવૂડમાં હંમેશા નેપોટિઝમ (Napotism in bollywood) નો શબ્દ ચર્ચાનો વિષય રહ્યો છે. અભિનેતા મનોજ બાજપેયીએ નેપોટિઝમને લઇને પોતાનો મંતવ્ય પ્રગટ કર્યો છે.

નેપોટિઝમ એક નિરર્થક ચર્ચા છે: મનોજ બાજપેયી
નેપોટિઝમ એક નિરર્થક ચર્ચા છે: મનોજ બાજપેયી

‘ધ ફેમિલી મેન’ વેબ સીરિઝનો ચમકતો ચહેરો મનોજ બાજપેયી અનેકવાર તેમના બેબાક નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે અભિનેતા મનોજ બાજપેયીએ નેપોટિઝમને લઇને પોતાનો મંતવ્ય પ્રગટ કર્યો છે. અભિનેતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ બકવાસ ચર્ચાનો મુદ્દો છે. જે અંગે કોઇ ચર્ચા થવી નિર્થક છે. કારણ કે માત્ર એક જ ઇન્ડસ્ટ્રી પાસેથી ન્યાયની માંગ કરવી યોગ્ય નથી.

મહત્વનું છે કે, બોલિવૂડમાં હંમેશા નેપોટિઝમનો શબ્દ ચર્ચાનો વિષય રહ્યો છે. જો કે આ ટોપિક પર ક્યારેય ખુલીને વાત થતી નથી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સેલેબ્સ આ મુદ્દા પર સતત પોતાની વાત દુનિયા સમક્ષ રાખે છે.જેમાં ઘણા દિગ્ગજ સ્ટાર્સે સ્વીકાર્યું સછે કે, બોલિવૂડમાં નેપોટિઝમ છે, તો ઘણા લોકોએ કહે છે કે તેમાં ખોટું શું છે? આવામાં મનોજ બાજપેયીએ’તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે, નેપોટીઝમ એક નિરર્થક ચર્ચા છે.

જો કોઈ મનગમતા સ્ટારને કાસ્ટ કરવા માંગે છે તો તેને કોઈ રોકી શકે નહિં કારણકે અંતે તો તે પોતાના જ પૈસા ખર્ચી રહ્યો છે. વધુ પડતી ડીલ ઈન્ડસ્ટ્રી કનેક્શન અને રિલેશનને કારણે જ થાય છે.જો તમારા કોઈની સાથે સારા સંબંધો હોય તો તમે તેની સાથે વધુ કામ કરવા ઈચ્છો છો પરંતુ જો તે મારી જગ્યાએ પોતાના કોઈ સગા-સબંધી કે તેમના છોકરાને લેવા માંગે છે તો કાંઈ ખોટું નથી કારણકે મૂવીમાં તેમના પૈસા છે, તેમને જેમ કરવું હોય તેમ કરી શકે છે.

આ વિષય પર પોતાનો મુદ્દો રાખતાં મનોજ બાજપેયીએ કહ્યું કે, ‘પ્રદર્શકો પક્ષપાત કરે છે. તમે અન્યને 100 સ્ક્રીનો આપો છો, ત્યારે ઓછામાં ઓછી 25 તો મને આપો. જો તમે બધી સ્ક્રીન તેને આપશો તો પછી મારું શું ? જે જેટલો વધુ પાવરફુલ હોય છે તે જ તેટલો પોતાના પાવરનું વ્હિલ ફેરવતો રહે છે.

View this post on Instagram

A post shared by Manoj Bajpayee (@bajpayee.manoj)

આ પણ વાંચો: હ્રિતિક રોશન ફરી બનશે વરરાજો! અભિનેતા સબા આઝાદ સાથે આ વર્ષે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે?

એક્ટર મનોજ બાજપેયીએ કહ્યું કે, ‘મેં એવા પણ લોકો જોયા છે જેઓ ટ્વિટર પર કંઈક બીજું લખે છે અને તેમના કાર્યસ્થળ પર તેનાથી વિરુદ્ધ કરે છે તેથી વિરોધાભાસ સર્જાય છે. જો તમે નિષ્પક્ષતા અને ન્યાયની માંગ કરી રહ્યા છો તો જીવનના દરેક ક્ષેત્રમાં ન્યાયની જ માંગ કરો.

Web Title: Manoj bajpayee napotism in bollywood pointless news

Best of Express