Vash level 2 trailer: વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર ‘વશ લેવલ 2’ નું ટ્રેલર તમને હચમચાવી નાંખશે

Vash level 2 trailer: ફિલ્મના મેકર્સે જણાવ્યું કે "વશ લેવલ 2" હિન્દીમાં પણ રિલીઝ થશે. એટલે કે આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે.

Written by Rakesh Parmar
Updated : August 01, 2025 17:05 IST
Vash level 2 trailer: વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર ‘વશ લેવલ 2’ નું ટ્રેલર તમને હચમચાવી નાંખશે
આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે.

Vash level 2 trailer: વર્ષ 2023 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વશ. ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી. બાદમાં ફિલ્મ એન્ડ સુધી જકડાયેલી હતી. આ ફિલ્મ પરથી બોલીવુડ ફિલ્મ બની. પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે.

કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ડિરેક્ટરે 2023 માં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી, જેણે ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો. કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” સાથે પાછા ફર્યા છે. જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર જોવા મળશે.

કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુઝિયોઝ સાથેના એસોશિએશનથી બનેલ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આ સુપરનેચરલ ફિલ્મ હોરર, સસ્પેન્સ, થ્રિલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે.

ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ

આ પ્રસંગે કેએસ એન્ટરટેઇન્મેન્ટ તરફથી કૃણાલ સોની (નિર્માતા) અને કલ્પેશ સોની (નિર્માતા), અનંતા બિઝનેસ કોર્પ તરફથી નિલય ચોટાઈ (નિર્માતા), પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ (નિર્માતા) તથા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેનકુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યાં હતા. ટ્રેલર લોન્ચ પ્રસંગે એક સરપ્રાઈઝ થકી ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ફિલ્મના મેકર્સે જણાવ્યું કે “વશ લેવલ 2” હિન્દીમાં પણ રિલીઝ થશે. એટલે કે આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 27 ઓગસ્ટ, 2025ના રોજ આવી રહી છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. “વશ” ની સફળતા બાદ “વશ લેવલ 2” થી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે.

આ પણ વાંચો: કંગના રનૌત આટલી મોંઘી બેગ લઈને સંસદ પહોંચી, લાખોમાં છે તેની કિંમત

વશ લેવલ 2 ની સ્ટોરી

વશ- આ શબ્દ પરથી એ સાર્થક થાય છે કે આ ફિલ્મ “વશીકરણ” પર આધારિત છે. “વશ લેવલ 2” એટલે કે આ ફિલ્મમાં હચમચાવી દે તેવું કન્ટેન્ટ જોવા મળશે. ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મની સ્ટોરી એક ગર્લ્સ સ્કૂલ સાથે જોડાયેલી છે. જેમાં ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ વાર્તા ગુજરાતની એક ગર્લ્સ સ્કૂલની સવારથી શરૂ થાય છે. અડધો દિવસ પસાર થાય છે, તેમ શાળામાં એક ભયાનક ઘટના બનેછે, જ્યાં 10 છોકરીઓ એક અજાણ્યા “અંકલ “ના પ્રભાવમાંશાળાના ટેરેસ પરથી કૂદી પડે છે. અથર્વને આ સમાચાર વિશે ખબર પડે છે કે 12 વર્ષ પહેલાં તેની પુત્રી આર્યા સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. અથર્વ આગળ શું કરશે? શું બીજી છોકરીઓ બચી જશે? શું તેઓ વશમાંથી બહાર આવશે? આ બધા પ્રશ્નોના જવાબ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ