Kangana Ranaut: કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર જાસૂસીનો આરોપ લગાવ્યો, ઇન્સ્ટા સ્ટોરીમાં આ મોટો દાવો

Kangana Ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેને પગલે ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Written by mansi bhuva
February 07, 2023 08:43 IST
Kangana Ranaut: કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર જાસૂસીનો આરોપ લગાવ્યો, ઇન્સ્ટા સ્ટોરીમાં આ મોટો દાવો
કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર લગાવ્યો જાસૂસીનો આરોપ લગાવ્યો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હંમેશા તેના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે કદાચ કંગના લાઇમલાઇટમાં રહેવા માટે જ આ જ પ્રકારના નિવેદનો આપતી હશે. કંગના રનૌત આ વખતે ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડના એક કપલને ચેતવણી આપવા ગઈ હતી.

પંગા ક્વિન કંગનાએ બોલિવૂડના કપલ પર તેના પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, સોમવારે કંગનાએ ફરી એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે ગઈ રાત્રે જાસૂસી ન થવાની વાત કરી હતી. કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી સ્ટોરી શેર કરી હતી. જેમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ‘હું જ્યાં પણ જાઉં છું, મને સતત ફોલો કરવામાં આવે છે. મારા ઘરની શેરીઓથી લઈને પાર્કિંગ સુધી, તેઓ મારી જાસૂસી કરવા માટે ઝૂમ લેન્સનો ઉપયોગ કરે છે. અહીં દરેકને ખ્યાલ છે કે પાપારાઝી બોલિવૂડ સ્ટાર્સ પાસે ત્યારે જ જાય છે જ્યારે તેમને તેઓ પૈસા આપતા હોય, પરંતુ જો હું અથવા મારી ટીમ તેમને એક પણ પૈસો ચૂકવતી નથી, તો પછી અમારા સમાચાર રાખવા માટે તેમને કોણ ચૂકવે છે? મારો ફોટો સવારે 6:30 વાગ્યે ક્લિક કરવામાં આવ્યો હતો, મને ખબર નથી કે આ વિશે કોણ તેમને માહિતી આપી રહ્યું છે.

કંગના રનૌતે તેની આગલી સ્ટોરીમાં લખ્યું હતું કે, તેને તેના લગ્નમાં એ જ સાડી પહેરતી હતી જે મેં મારા બાઇના વેડિંગ રિસેપ્શનમાં પહેરી હતી. આ વાત અજીબ છે, પરંતુ મારો એક ખૂબ જ સારો ફિલ્મ કોસ્ચ્યુમ ડિઝાઇનર મિત્ર, જેને હું ઘણા વર્ષોથી ઓળખું છું, તે આ કપલ સાથે કામ કરી રહ્યો છે. મારા પોતાના ફાઇનાન્સર્સ અને બિઝનેસ પાર્ટનર્સ છેલ્લી ક્ષણે કોઈપણ કારણ વગર ડીલ કરવાનો ઇનકાર કરે છે.

મને લાગે છે કે એ લોકો મને માનસિક તણાવ આપવા માંગે છે. બંને એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ રહે છે. મારું સૂચન છે કે તેણે આ વ્યવસ્થાને નકારી કાઢવી જોઈએ અને તેના પર નજર રાખવી જોઈએ.

જો તે પોતે મુશ્કેલીમાં મુકાશે તો તે પોતાની સાથે બાળકને પણ મુશ્કેલીમાં મુકશે. હું સૂચન કરું છું કે તેણે તેના જીવનની જવાબદારી લેવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તે કંઈ ખોટું નથી કરી રહ્યો. લવ યુ ડિયર ગર્લ અને તમારા નવજાત બાળકને પણ.

આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે જન્મ જન્માંતર માટે થશે એક, શું કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે?

કંગનાની આ સ્ટોરી પર હવે ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેઓ માને છે કે કંગના આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તરફ ઈશારો કરી રહી છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ રહે છે. આ સિવાય તેણે કપલ પર ઘણા ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયાએ તેના લગ્નમાં તે જ સાડી પહેરી હતી જે કંગનાએ તેના ભાઈના રિસેપ્શનમાં પહેરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ