બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત જે તેના વિવાદિત નિવેદનોને લઇ ઘણી ચર્ચામાં રહે છે. જેને પગલે કંગના રનૌતને ઘણીવાર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં કંગના રનૌતે ટ્વિટરએ બ્લૂ ટિક પર લગાવેલા ચાર્જ અંગે લેવાયેલા નિર્ણયનું સમર્થન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત તેના વિચારોને નિખાલસતાથી દુનિયા સામે પ્રગટ કરે છે.
હાલ અભિનેત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને લઈને ખુબ ચર્ચામાં છે. જ્યાં ટ્વિટર અને રાજકારણમાં તેમની એન્ટ્રીના સમાચારએ લોકોનો શોક કરી દીધા છે. ત્યાં કંગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને સપોર્ટ કરતી જોવા મળી છે. આ સાથે કંગનાએ ટ્વિટરને બેસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ગણાવ્યું છે.
કંગના રનૌતએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘ટ્વિટર સૌથી શ્રેષ્ઠ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ છે. પરંતુ તે ફેશન અથવા જીવનશૈલીને બદલે વૈચારિક રીતે સંચાલિત છે. જોકે હું તેની વેરિફિકેશનની પ્રક્રિયાને ક્યારેય સમજી નહીં શકુ, જે માત્ર સિલેકટેડ લોકોને જ મળે છે. જ્યારે બાકી લોકોના વેરીફાઇનું અસ્તિત્વ જ નથી. જેમ કે માની લો હું ટ્વિટર પર વેરીફાઇ થઇ જાઉં, પરંતુ મારા પિતા બ્લૂ ટિક ઇચ્છે છે તો એ 3-4 જોકર તમારી ઓળખને નકારી દેશે, જાણે એ કોઇ ગેરકાયદેસર જીવન જીવી રહ્યા હોય’.
કંગના રનૌતએ તેના ટ્વિટ પર વધુમાં લખ્યું છે કે, ‘વેરિફિકેશનનો ક્રાઇટેરીયા આધાર કાર્ડ પર આધારિત હોવો જોઇએ. જે લોકો પાસે આધાર કાર્ડ છે તેમને સરળતાથી વેરિફાઇડ થઇ જવુ જોઇએ’.
આ સાથે કંગનાએ અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે ‘ટ્વીટર પર બ્લૂ ટિક માટે ચાર્જ કરવાનો નિર્ણય સારો છે. આ નિર્ણયને પગલે આ પ્લેટફોર્મને વધુ સારુ બનાવવામાં મદદ મળશે. હવે દુનિયામાં કોઇ પણ ફ્રીમાં લોન્ચ નહીં થતાં. શું તમે ક્યારેય એ તમામ પ્લેટફોર્મ અંગે વિચાર કર્યો છે જેનો તમે સ્વતંત્રતા સાથે ઉપયોગ કરો છો. એ પોતાને કંઇ રીતે મેઇન્ટેઇન રાખે છે? ડેટા વેચી તે તમને એનો હિસ્સો બનાવે છે, તે તમને પ્રભાવિત કરે છે’.
કંગના રનૌતએ ટ્વીટમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, ‘જો આ તમામ પ્લેટફોર્મ તમને ફ્રીમાં સુવિધાઓ આપશે તો તે કંઇ રીતે આવક મેળવશે? એવામાં બ્લૂ ટિક માટે પૈસા લેવાનો નિર્ણય એકદમ સાચો છે. જેને પગલે સોશિયલ મીડિયા યૂઝર્સને પણ ડેટા લીક થવાની સમસ્યાઓ અને ભયમાંથી મુક્તિ મળશે. આ સાથે તેમને સારો અનુભવ પણ થશે’.