કન્નડ એક્ટર સંપત જે.રામે (actor Sampath J Ram dies) 35 વર્ષની વયે નેલંમગલા સ્થિત પોતના ઘરે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યાં છે. સંપતના અવસાનના સમાચારથી સમગ્ર કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સંપત જે રામ કેટલાક સમયથી કામ ન મળવાને કારણે પરેશાન હતો. જેના કારણે તણાવમાં આવીને તેણે આપઘાતનું પગલું ભર્યું હોવું જોઈએ. જો કે આ મામલે અભિનેતાના પરિવાર અને મિત્રો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
અભિનેતાના નિધન પર સ્ટાર્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ‘અગ્નિસાક્ષી’ ટીવી શોમાં સંપતના કો-સ્ટાર વિજય સૂર્યાએ અમારા સહયોગી ETimes સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘તે ઘણાં સમયથી એક સારા પ્રોજેક્ટની શોધમાં હતો.’ ઉલ્લેખનીય છે કે શ્રી બાલાજી ફોટો સ્ટુડિયો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંપતે લગભગ એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: સુનિલ શેટ્ટીએ પુત્રી આથિયાને અપશબ્દો બોલવા પર સોશિયલ મીડિયા યુઝર્સ સામે ભારે આક્રોશમાં
ગત વર્ષે ટીવી સીરિયલ ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’માં શહજાદી મરિયમનું પાત્ર નિભાવનારી એક્ટ્રેસ તુનિશા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. તે માત્ર 20 વર્ષની હતી. જણાવાઈ રહ્યું છે કે, તેણે ટીવી સીરિયલના સેટ પર મેકઅપ રૂમમાં જ આત્મહત્યા કરી લીધી. તુનિશાની આત્મહત્યાથી મનોરંજન જગત આઘાતમાં હતો. તેના ફેન્સ પણ શોકમાં હતા. તુનિશાએ આત્મહત્યા કર્યાના છ કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા હતા.