હિન્દી સિનેમાના દમદાર કલાકારમાંથી પૈકી એક સુનીલ શેટ્ટી ફરી ચર્ચામાં આવ્યાં છે. હાલમાં જ સુનીલ શેટ્ટી ધ રણબીર શોમાં પહોંચ્યા હતા.જ્યાં અભિનેતાએ જણાવ્યું હતું કે, મારા પરિવાર અને દીકરીને અપશબ્દો બોલવામાં આવે છે. આ બધુ જોઈને મને ખૂબ જ દુ:ખ થાય છે.
હકીકતમાં સુનીલ શેટ્ટીને ધ રણબીર શોમાં આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ અને પ્રભાવ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.આ સવાલનો જવાબ આપતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, સોશિયલ મીડિયા તમારું જીવન નષ્ટ કરી શકે છે. કેટલીકવાર હું આને કારણે વધુ વાત કરતા ડરુ છું. આજના સોશિયલ મીડિયાના જમાનામાં પ્રાઈવસી નથી. તે તમારા જીવનને સંપૂર્ણ રીતે તબાહ પણ કરી શકે છે. એક વાક્ય 15 વખત અલગ અલગ રીતે સંપાદિત થાય છે. જેના કારણે મને ખૂબ જ ડર લાગે છે.
વધુમાં સુનિલ શેટ્ટીએ કહ્યું કે, ‘અમને ડિપ્લોમેટિક થવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તમે કોઈ વસ્તુ માટે મારી પિટાઈ કરી રહ્યા છો. જે કામ મેં કર્યું જ નથી અને મારી પિટાઈ કોણ કરી રહ્યું છે તે પણ કોઈ નથી જાણતું. જેને હું ટ્વીટર કે ફેસબુકમાં પણ નથી ઓળખતો. મારી ફેમિલીને અપશબ્દો બોલવા, મારી દીકરીને અપશબ્દો બોલવામાં આવે છે. આ બધુ જોઈને મને ખૂબ જ દુ:ખ થાય છે. કારણ કે, હું થોડો ઓલ્ડ સ્કૂલ ટાઈપ વ્યક્તિ છું. સુનિલ શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ફિલ્મ Hera Pheri 3માં નજર આવશે’.