scorecardresearch

કિસી કા ભાઇ કિસી કી જાન માટે બીજો દિવસ સારો રહ્યો, ફિલ્મે કર્યો બંપર વેપાર, ભાઇજાનના ફેન્સ ખુશ

kisi ka bhai kisi ki jaan Box Office Collection Day 2: સલમાન ખાનની મચ અવેટેડ ‘કિસી કા ભાઇ કિસી કી જાને’ પ્રથમ દિવસે ભલે મનચાહી કલેક્શન ના કરી શક્યું, પરંતુ રિલીઝનો બીજો દિવસ પ્રથમ દિવસના મુકાબલે ઘણો સારો સાબિત થયો અને તાબડતોબ કલેક્શન કર્યું છે. જેને પગલે ભાઇજાનના પ્રશંસકો ખુબ ખુશ છે.

salman khan new movie news
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાઇલ તસવીર

Salman Khan Movie: બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ (Kisi ka bhai kisi ki jaan) 21 એપ્રિલના રોજ રિલીઝ થઇ હતી. ત્યારે આ ફિલ્મને ઓપનિંગ ડે પર સારો પ્રતિસાદ મળ્યો નથી તેવા સમાચાર સામે આવ્યાં છે. જો કે ઇદનો દિવસ સલમાન ખાન માટે સારો સાબિત થયો છે. આ તકે ‘કિસી કા ભાઇ કિસી કી જાને’ બે દિવસમાં સિનેમાઘરોમાં કુલ કેટલું કલેક્શન કર્યું અને દર્શકોને ભાઇજાનની આ ફિલ્મ કેટલી પસંદ આવી તે અંગે જાણો આ અહેવાલમાં.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની મચ અવેટેડ ‘કિસી કા ભાઇ કિસી કી જાને’ પ્રથમ દિવસે ભલે મનચાહી કલેક્શન ના કરી શક્યું, પરંતુ રિલીઝનો બીજો દિવસ પ્રથમ દિવસના મુકાબલે ઘણો સારો સાબિત થયો અને તાબડતોબ કલેક્શન કર્યું છે. જેને પગલે ભાઇજાનના પ્રશંસકો ખુબ ખુશ છે.

હવે બોક્સ ઓફિસ પર ફિલ્મના બીજા દિવસના કલેક્શનની વાત કરીએ તો સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘કિસી કા ભાઇ કિસી કી જાને’ બોક્સ ઓફિસ પર બીજા દિવસે કુલ 25 કરોડનો વેપાર કર્યો હતો. આ આંકડો પ્રથમ દિવસની સરખામણીએ ખુબ જ મોટો છે.બોક્સ ઓફિસ ઇન્ડિયાના એક રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે, કિસી કા ભાઇ કિસી કી જાન ઓપનિંગ ડે પર મલ્ટીપ્લેક્સ પર સારું પ્રદર્શન ન હતું કર્યું ત્યાં પણ બીજો દિવસ સારો રહ્યો. જેને પગલે ધણો ફાયદો થયો છે. ત્યારે હવે શનિવાર અને રવિવારના આંકડા પર નજર કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે, બે દિવસની રજાનો આ ફિલ્મને પૂરો ફાયદો મળશે.

આ સંદર્ભે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, વીકેન્ડ પર ફિલ્મ 50 કરોડની કમાણી કરશે. આપને જણાવી દઇએ કે, કોઇ મોઇ ડોટ કોમ અનુસાર, ‘કિસી કા ભાઇ કિસી કી જાને’બીજા દિવસે લગભગ 24થી 26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યારે ફિલ્મની બે દિવસની કુલ કમાણી 39.81-41.81 કરોડ છે. સલમાન ખાનની કિસી કા ભાઇ કિસી કી જાને પ્રથમ દિવસે કુલ 15 કરોડનો વેપાર કર્યો હતો.

આ ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, જગપતિ બાબુ,વેંકટેશ,જસ્સી ગિલ, વિજેંદર સિંહ, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ સહિતના સિતારાઓ છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા હિન્દી ફિલ્મો વિશે વાત કરતા સલમાન ખાને કહ્યું હતું કે, ખોટી ફિલ્મો બની રહી છે. તેથી તે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ જાય છે. ફિલ્મ નિર્માતાઓને એવુ લાગી રહ્યુ છે કે તેઓ શ્રેષ્ઠ ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ એવુ નથી.

આ પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ નિકટના સંબંધીઓ વચ્ચે કરી લીધી સગાઇ, હવે આ મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ

વધુમાં સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હું ઘણા સમયથી કહી રહ્યો છુ કે આપણી હિન્દી ફિલ્મો ચાલી રહી નથી. ખરાબ પિક્ચર બનાવશો તો કેવી રીતે ચાલશે. હવે દરેકના મગજમાં એવુ હોય છે કે તેઓ મુગલ-એ-આઝમ, શોલે, હમ આપકે હૈ કોન અને દિલવાલે દુલ્હનિયા જેવી ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ તે બનતી નથી. હુ અમુક ડાયરેક્ટર્સને મળ્યો છુ. તે સમગ્ર હિન્દુસ્તાનને અંધેરીથી કોલાબા સુધી સમજે છે. તે હિન્દુસ્તાન નથી. હિન્દુસ્તાન છે રેલવે સ્ટેશનની પેલે પાર. આજકાલના ડાયરેક્ટર્સ સમજે છે કે કુલ પિક્ચર બનાવશે પરંતુ એવુ થતુ નથી.

Web Title: Salman khan movie kisi ka bhai kisi ki jaan box office collection day 2 review

Best of Express