scorecardresearch

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ નિકટના સંબંધીઓ વચ્ચે કરી લીધી સગાઇ, હવે આ મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ

Parineeti Chopara and Raghav Chadha: હાલ એવા સમાચાર સામે આવ્યાં છે કે, પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Paineeti chopara and Raghab chaddha) એ નજીકના સંબંધીઓ વચ્ચે જ સગાઇ કરી લીધી છે અને હવે તેમના લગ્ન યોજાશે તેવો દાવો તેમના નિકટવર્તી વર્તુળોએ કર્યો છે.

raghav chadha parineeti chopra
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંનેમાંથી કોણ સૌથી વધુ અમીર છે.

રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના નેતા છે. રાઘવ દેશના સૌથી યુવા સંસદસભ્ય છે અને પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે 2012માં આમ આદમી પાર્ટી (AAP) સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 11 નવેમ્બર 1988ના રોજ જન્મેલા રાઘવ ચઢ્ઢા તેમના દમદાર અને સ્પષ્ટવક્તા ભાષણ માટે જાણીતા છે. વર્ષ 2020માં પંજાબમાં આમ આદમી પાર્ટીની જંગી જીતમાં રાઘવની પણ મોટી ભૂમિકા હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાઘવ ચઢ્ઢા બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યો હતો.જે બાદ એવી અટકળો તેજ થઇ ગઇ છે કે તે બંને લગ્ન કરવાના છે. ત્યારે હાલ એવા સમાચાર સામે આવ્યાં છે કે, પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Paineeti chopara and Raghab chaddha) એ નજીકના સંબંધીઓ વચ્ચે જ સગાઇ કરી લીધી છે અને હવે તેમના લગ્ન યોજાશે તેવો દાવો તેમના નિકટવર્તી વર્તુળોએ કર્યો છે.

ક્યારે કરશે કપલ લગ્ન

આગામી ઓક્ટોબર માસમાં પરિણીતી અને રાઘવ લગ્નના બંધનમાં બંધાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે બંને કેટલાક પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસત હોવાથી તેમને લગ્નની કોઇ ઉતાવળ નથી.

રાઘવ ચઢ્ઢા પાસે કેટલી સંપત્તિ છે

ઘણા લોકોને ખબર નથી કે રાધવ ચઢ્ઢા રાજકીય નેતા હોવાની સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેણે દિલ્હી યુનિવર્સિટી (DU)માંથી B.Com ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી EMBA માં સર્ટિફિકેશન કોર્સ માટે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) પહોંચ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ શ્યામા માલપાણી, ડેલોઈટ અને ગ્રાન્ટ થોર્ન્ટન જેવી કંપનીઓ સાથે કામ કર્યું છે. રાઘવ એક સામાન્ય માણસનું જીવન જીવે છે અને એક પ્રાથમિક અંદાજ મુજબ તેની કુલ સંપત્તિ 50 લાખ રૂપિયાની આસપાસ છે.ૃ

રાઘવ ચઢ્ઢા પાસે કેટલી મિલકત

લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવે 37 લાખ રૂપિયાની જમીન ખરીદી છે. તે ઉપરાંત રાજ્યસભાના સાંસદ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 90 ગ્રામ સોનાના દાગીના પણ છે, જેની કિંમત લગભગ 4,95,000 રૂપિયા છે. MyNeta.info પર આપવામાં આવેલા આંકડા અનુસાર તેમની પાસે કુલ 36,99,471 રૂપિયાની જંગમ સંપત્તિ છે. ઉપરાંત આપ નેતા એ ડિબેન્ચર, બોન્ડ અને શેરમા 6 લાખ રૂપિયાનું મૂડીરોકામ પણ કર્યું છે.

આ પણ વાંચો: ધક ધક ગર્લને આવો સીન કરવા બદલ આજે પણ થાય છે અફસોસ, જાણો અભિનેત્રીની અજાણી વાતો

રાધવ કરતા પરિણીતી ચોપરા વધારે અમીર છે?

તો પરિણીતી ચોપરાની વાત કરીયે તો તે રાધવ ચઢ્ઢા કરતા વધારે સંપત્તિવાન છે. રાધવ ચઢ્ઢાની જેટલી કુલ સંપત્તિ છે, તેટલી કમાણી તો પરિણીતા માત્ર એક જ મહિનામાં કમાઇ લે છે. Caknowledge.comની અનુસાર પરિણીતી ફિલ્મો અને એન્ડોર્સમેન્ટમાંથી લગભગ દર મહિને 40 લાખ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરા પાસે લગભગ 60 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ યુકેમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં સાથે ભણ્યા હતા અને ત્યાંથી જ તેમની ફ્રેન્ડશીપ થઇ હતી.

Web Title: Parineeti chopara and raghav chadha engagement wedding net worth news

Best of Express