અભિષેક બચ્ચન અને કરીના કપૂરે વર્ષ 2000માં આવેલી ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડની સફર શરૂ કરી હતી. તેઓએ સૂરજ બડજાત્યાની ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ (2003) અને જેપી દત્તાની ‘એલઓસી કારગિલ’ (2003) માં સાથે કામ કર્યું હતું. પરંતુ 2003માં અભિષેક અને કરીનાની મોટી બહેન કરિશ્મા કપૂર વચ્ચેના સંબંધોનો અંત આવ્યા બાદ બંનેએ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું ન હતું. જો કે કરીનાના એક જૂના વિડિયોમાં, જે હાલ ઇન્ટરનેટ પર઼ ચર્ચાનો વિષય બન્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં કરીના કપૂર કહેતા સંભળાય છે કે અભિષેક હંમેશા તેના માટે ખાસ રહેશે અને તે હંમેશા તેને ખુશી” સાથે જોશે.
કરીનાએ વર્ષ 2009માં પૂર્વ પત્રકાર રાજીવ મસંદ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે, તેની બહેન કરિશ્મા અને અભિષેક વચ્ચે સ્થિતિ ખરાબ હોવા છતાં તે અભિષેક માટે એક ખાસ સ્થાન ધરાવે છે.
આ સાથે કરીના કપૂરે કહ્યું કે, “હું હંમેશાથી એ વાત કહેતી આવી છું કે, અભિષેક એ પહેલો એક્ટર છે જેની સાથે મેં મારો પહેલો શોટ આપ્યો હતો. મારા માટે, તે મારા દિલમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે, જેને કોઈ અભિનેતા અને કોઈ વ્યક્તિ ક્યારેય છીનવી શકશે નહીં. જ્યારે હું તેને જોઉં છું, હું તેને ગર્વ, આનંદ અને ખુશીથી જોઉં છું. તે દુઃખની વાત છે કે વસ્તુઓ ખાટી થઈ ગઈ છે.
જો કે કરીનાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ‘જુનિયર બચ્ચનની જેમ તે પણ તેની સાથે ફરીથી સ્ક્રીન શેર કરવામાં કમ્ફર્ટેબલ નથી.”જો તે મારી સાથે કોઈ ફિલ્મ કરવા માંગતો નથી, તો તે ઊલટું છે કારણ કે હું સમજું છું કે કમ્ફર્ટ લેવલ મારા તરફથી પણ નહીં હોય. મને લાગે છે કે લોકોએ તેનું સન્માન કરવું જોઈએ’.
અભિષેકે તેની લાંબા સમયની મંગેતર કરિશ્મા સાથે બ્રેકઅપ કર્યા પછી, તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાયને ડેટ કરી અને તેઓએ વર્ષ 2007માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આ પછી ઐશ્વર્યા સાથેના તેના સમીકરણ કેવી રીતે બદલાયા તે અંગે કરીનાએ કહ્યું, “ઐશ સાથે ક્યારેય કોઈ સમસ્યા નહોતી. હકીકતમાં તે પ્યારી છે અને જ્યારે પણ અમે મળ્યાં છીએ ત્યારે તેણે હંમેશા મારી સાથે વાત કરી છે.
નોંધનીય છે કે, કરીના કપૂર છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળી હતી. હવે તે તબ્બુ અને કૃતિ સેનન સાથે રિયા કપૂરની ‘ધ ક્રૂ’માં જોવા મળશે.