કાર્તિક આર્યન છેલ્લા ઘણા સમયખી પોતાના માટે એક ઘરની શોઘ કરી રહ્યો હતો જેનો અંત આવ્યો છે. એક્ટરને પોતાની મનપંસદગીનું ઘર મળી ગયું છે. ત્યારે રોમાચિંત વાત એ છે કે, કાર્તિક આર્યન બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરના જૂહુવાળા ઘરમાં રહેવા માટે જશે. મળતી માહિતી અનુસાર, કાર્તિક આર્યન આ બંગલા માટે શાહિદ કપૂરને દર મહિને ભાડાપેટે મોટી રકમ આપવાની રહેશે. જે લાખોમાં છે.
કાર્તિકે શાહિદના આ ઘર માટે રૂપિયા 45 લાખ સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપ્યા છે. દર મહિને તે 7.50 લાખ ભાડુ શાહિદને ચુકવશે. આ ભાડુ ફક્ત એક જ વરસ માટે રહેશે. આ પછી બીજા વરસે ભાડામાં સાત ટકાનો વધારો થશે એટલે બીજા વરસથી કાર્તિકે રૂપિયા 8.20 લાખ રૂપિયા ભાડા પેટે ચુકવવા પડશે. તેમજ ત્રીજા વરસે આ ભાડાનો દર વધીને 8.58 લાખ રૂપિયા થઇ જશે. શાહિદનો આ વૈભવી ફ્લેટ 3681 સ્કેવર ફૂટમાં વિસ્તારેલો છે. તે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો છે. જેની સાથે બે કાર પાર્કિંગ પણ છે.
મળતી માહિતી અનુસાર, કાર્તિકની માતા માલા તિવારી અને શાહિદની પત્ની મીરા રાજપૂત સ્ટેમ ડયૂટી અને 36 મહિનાનું લીઝ રજિસ્ટ્રેશન પ્રોસેસ પુરો કરી દીધો છે. શાહીદ પોતે અગાઉ વરલીમાં ૫૫ કરોડનો ફલેટ લઈ ચૂક્યો છે અને પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઈ ગયો છે. કાર્તિક આર્યન અત્યાર સુધી વર્સોવા વિસ્તારમાં રહેતો હતો, જે તેણે 1.60 કરોડ રુપિયામાં ખરીદ્યુ હતું.
વર્ક ફ્રંટની વાત કરીએ તો કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદા ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. અભિનેતા અત્યારે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય પણ કાર્તિક આર્યન પાસે ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. કાર્તિક આર્યનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ગયા છે, પરંતુ હિન્દી ફિલ્મ સિનેમામાં પોતાનું સ્થાન બનાવવાની તેની સફર બિલકુલ સરળ નહોતી.
આજના સમયમાં ભલે રાજકુમાર અભિનેતાએ ફોર્બ્સની 100 સેલિબ્રિટીની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હોય અને તે આલીશાન ઘરમાં રહેતો હોય, પરંતુ કાર્તિક આર્યનના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તે સંઘર્ષ કરવા માટે ગ્વાલિયરથી મુંબઈ આવ્યો હતો અને તે તેની સાથે જ હતો.
કાર્તિક આર્યન પાસે મુંબઈમાં માત્ર એક લક્ઝરી હાઉસ નથી, પરંતુ તેને લક્ઝરી વાહનોનો પણ ઘણો શોખ છે. તેની પાસે પોતાના ઘણા વાહનો છે. હાલમાં ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 2’ની સફળતા બાદ કાર્તિક આર્યનને એક મોટી કાર પણ ભેટમાં આપી હતી. કાર્તિક આર્યન ઘણા મોંઘા વાહનોના માલિક છે. તેની પાસે BMW 5 સિરીઝ છે, જેની કિંમત લગભગ 55 લાખ છે, આ સિવાય તેની પાસે લેમ્બોર્ગિની ઉરુસ પણ છે, જે તે પોતે ચલાવે છે. આ સિવાય તેની પાસે રોયલ એનફિલ્ડ ક્લાસિક છે.
કાર્તિક આર્યન પાસે મિની કૂપર પણ છે, જે અભિનેતાને તેની માતાએ ભેટમાં આપી હતી અને આ વાહન કાર્તિક આર્યનના હૃદયની ખૂબ નજીક છે. આ સિવાય કાર્તિકે હાલમાં જ એક નવી કાર McLaren GT ખરીદી છે, જેની કિંમત લગભગ 4.7 કરોડ છે. રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડમાં આ કાર માત્ર કાર્તિક પાસે છે.
આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની એંટિલિયામાં ભવ્ય સગાઇ, જુઓ તસીવરો
કાર્તિક આર્યન આજના સમયમાં દરેક નિર્દેશક-નિર્માતાની પસંદગી બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન પહેલા તેની ફિલ્મો માટે લગભગ 5 થી 7 કરોડ રૂપિયા લેતો હતો. પરંતુ ભૂલ ભૂલૈયા 2 ની સફળતા પછી, અભિનેતાએ તેની ફી વધારી દીધી છે અને હવે તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા લે છે. caknowledge વેબસાઈટના અહેવાલો અનુસાર, કાર્તિક આર્યનની નેટવર્થ લગભગ 5 મિલિયન છે, જે ભારતીય રૂપિયામાં 36 કરોડ છે. તેની વાર્ષિક કમાણી 6 કરોડની આસપાસ છે.