Expresso: ‘હું રડતી હતી…’, રિઝેક્શનને લઈ કૃતિ સેનનની પીડા છલકાઈ, કાજોલે ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલિની ભૂમિકાને ગણાવી ‘ટોક્સિક’

'એક્સપ્રેસો'ના ચોથા સિઝનમાં 'દો પત્તી' એક્ટ્રેસ કાજોલ અને કૃતિ સેનન જોવા મળ્યા હતા. બંને એક્ટ્રેસ પોતાની આગામી ફિલ્મની સાથે-સાથે પોતાના અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરી હતી.

Written by Rakesh Parmar
October 21, 2024 22:08 IST
Expresso: ‘હું રડતી હતી…’, રિઝેક્શનને લઈ કૃતિ સેનનની પીડા છલકાઈ, કાજોલે ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલિની ભૂમિકાને ગણાવી ‘ટોક્સિક’
'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ની સિરીઝ 'એક્સપ્રેસો'ના લેટેસ્ટ એપિસોડમાં ક્રિતી સેનન અને કાજોલ મહેમાન બનીને પહોંચ્યા હતા. (Express Photo)

‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ની સિરીઝ ‘એક્સપ્રેસો’ના લેટેસ્ટ એપિસોડમાં ક્રિતી સેનન અને કાજોલ મહેમાન બનીને પહોંચ્યા હતા. આ જોડી ફિલ્મ ‘દો પત્તી’માં સાથે જોવા મળશે. આવામાં બંને અભિનેત્રીઓ શોનો ભાગ બની અને જીવન, ફિલ્મો અને કરિયર વિશે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન કાજોલે પોતાને ઈન્ડસ્ટ્રીની સૌથી આળસુ અભિનેત્રી ગણાવી હતી. આ સાથે 90ના દાયકાની અભિનેત્રીએ પોતાની એક્ટિંગ કરિયરથી બ્રેક લેવા વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તે લોકોનો આભાર માને છે કે તેઓ હજુ પણ તેને ઘણો પ્રેમ કરે છે.

‘એક્સપ્રેસો’માં અભિનય અને કરિયરમાંથી બ્રેક લેવા અંગે કાજોલે કહ્યું, ‘જો તમે મારી ફિલ્મગ્રાફી પર નજર નાખો તો કદાચ હું ઈન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી કામ કરતી અભિનેત્રી છું. મારી માતા (અભિનેત્રી તનુજા) અને દાદી (સ્વર્ગસ્થ દિગ્દર્શક અને અભિનેત્રી શોભના સમર્થ) હંમેશા કહેતા કે કામ એ તમારા જીવનનો એક ભાગ છે, તમારા આખા જીવનનો નહીં. મેં વિરામ લીધો છે. લગ્ન કરવા અને સંતાનો કરવા માંગતી હતી. આ સાથે કાજોલે આગળ કહ્યું, ‘હું આભારી છું કે હું હજી પણ કામ કરી રહી છું અને લોકો મને હજી પણ ખૂબ પસંદ કરે છે અને પ્રેમ કરે છે.’

કાજોલે વારસા વિશે વાત કરી

આ દરમિયાન લેગસી વિશે કાજોલે કહ્યું કે ફિલ્મી પૃષ્ઠભૂમિની હોવાથી, તેને બ્રેક લેવાની તક મળી નથી. તેના બદલે તે તેનું કામ હતું. તે કહે છે, ‘આ દરેક સ્ત્રીનું કામ છે. નરગીસ, શર્મિલા ટાગોરને કોઈ વારસો ન હતો. આજે હું જે કંઈ છું તે મારા વારસાને કારણે નથી. આ દરેક મહિલાનો વારસો છે જે કામ કરે છે. દરેક મહિલાએ નક્કી કરવું પડશે કે હવે હું બ્રેક લઈશ પણ જો મારે કમબેક કરવું છે તો હું કમબેક કરીશ. જો તે ઈચ્છે તો તે કરી શકે છે.

કાજોલ પહેલીવાર પોલીસ યુનિફોર્મમાં જોવા મળશે

તમને જણાવી દઈએ કે કાજોલ પહેલીવાર પોલીસ યુનિફોર્મમાં જોવા મળશે. તે કૃતિ સેનનની ફિલ્મ ‘દો પત્તી’માં પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહી છે. અહીં તે પોતાની કારકિર્દીનો નવો અધ્યાય લખવા જઈ રહી છે. નોંધનીય છે કે કૃતિ અને કાજોલ બીજી વખત સાથે જોવા મળવાના છે. આ પહેલા આ બંને રોહિત શેટ્ટીની ‘દિલવાલે’માં જોવા મળ્યા હતા. આમાં તેની સાથે વરુણ ધવન અને શાહરૂખ ખાન પણ હતા.

સ્ટ્રગલને લઈ કૃતિ સેનને શું કહ્યું?

સ્ટ્રગલને લઈ કૃતિ સેનને કહ્યું જ્યારે હું નાની હતી તો માધુરી દીક્ષિતને ફોલો કરતી હતી. તેમના ડાન્સને કોપી કરતી હતી. જ્યારે હું મોટી થઈ તો મારા પેશનને ફોલો કર્યું. દિલ્હીમાં હતી ત્યારે અભિનય અને ફિલ્મ વિશે ક્યારેય વિચાર્યું નહોતું. મુંબઈ આવી તો અહીં એજન્સી હાયર કરી. પરંતુ ખબર નહોતી કે અહીં કરવાનું શું છે. કરિયરની શરૂઆતમાં ઘણા ઓડિશન આપ્યા અને રિજેક્ટ પણ થઈ પરંતુ હું તેને કરતા આગળ પણ વધતી રહી. હું મારા ઓડિશનથી ઘણુ બધુ શિખતી હતી. ક્યારેય હાર નહીં માની. ટાઈગર શ્રોફને દરેક વ્યક્તિ જાણતું હતું માટે તેના પર કોઈ પ્રેશર નહોતું. જ્યારે તમે ઈન્ડસ્ટ્રીથી નથી હોતા તો નામ અને ફેમને જોડવા માટે સમય લાગે છે. મને લોકો ટાઈગરની હીરોઈન કહેતા હતા. સમય લાગ્યો મને મારૂ નામ બનવવામાં પરંતુ સારૂ છે જે પણ છે.

રિઝેક્શન થતા હું ખુબ રડતી : કૃતિ સેનન

કૃતિ સેનને કહ્યું જ્યારે મેં ઘરના લોકોને જણાવ્યું કે હું મુંબઈ જવા માંગુ છું અભિનય કરવા માટે તો તેમણે કહ્યું કે અભ્યાસ કર ઘણા લોકો મુંબઈ જાય છે. અભ્યાસમાં ધ્યાન આપ. પરંતુ મારા પરિવારે મને ઘણો સપોર્ટ કર્યો. રિઝેક્શનને લઈ કહ્યું આ ખુબ જ દુ:ખદ હોય છે. તેને બર્દાશ્ત કરવું મુશ્કેલ હોય છે. મમ્મીને કોલ કરતી હતી તો તેઓ કહેતા કે પ્રયત્ન કરતા રહો.

હું નેગેટિવિટી પર ધ્યાન નથી આપતી: કૃતિ સેનન

કૃતિ સેનને ટ્રોલિંગને લઈ કહ્યું કે, સોશિયલ મીડિયાથી ખુબ જ પ્રેમ છે. આ એક રિયલ લાઈફ છે. ત્યાં જ નેગેટિવિટીને લઈ કહ્યું, લોકો ટ્રોલ કરે છે પરંતુ હું તેના પર ધ્યાન આપતી નથી. જો તમે રિયલ લાઈફમાં જાવ તો લોકો બૂમો પડતા હોય છે. ઘણો પ્રેમ વિખેરતા હોય છે. હું સોશિયલ મીડિયાની નેગેટિવિટી પર ધ્યાન આપતી નથી કારણ કે તે જલ્દી ફેલાઈ જાય છે.

ક્યારે રિલીઝ થશે ‘દો પત્તી’?

હવે બંનેની ફિલ્મ ‘દો પત્તી’ 25 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે, આ ફિલ્મમાં કાજોલ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. ત્યાં જ કૃતિનો ફિલ્મમાં ડબલ રોલ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ કૃતિ સેનનના પ્રોડક્શન હાઉસ લ્બૂ બટરફ્લાઈ ફિલ્મ્સની પ્રથમ ફિલ્મ છે. જેને શશાંક ચતુર્વેદીએ ડાયરેક્ટ કરી છે. આવામાં હવે બંનેના ફેન્સને તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શું છે ‘ઈન્ડિયન એક્સપ્રસ’ની સિરીઝ ‘એક્સપ્રેસો’

‘ઈન્ડિયન એક્સપ્રસ’ની સિરીઝ ‘એક્સપ્રેસો’ છ પાર્ટવાળી સિરીઝ છે, જેમાં મનોરંજન, આર્ટ અને કલ્ચરની દુનિયાના એક્સપર્ટની સાથે વાતચીત કરવામાં આવે છે. આ ધ ઈન્ડિયન એક્સપ્રેસનો એવો શો છે, જેમાં સેલેબ્સ ખુલીને પોતાની વાત રાખે છે. અહીં તેમની સાથે ઓડિયન્સના સવાલો પણ પૂછવામાં આવે છે. સાથે જ રેપિડ ફાયર રાઉન્ડ જોવા મળે છે. આ ખુબ જ રસપ્રદ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ