મલાઇકા અરોરાનો ખુલાસો! અર્જુન કપૂર સાથે બીજા લગ્ન કરવા અંગે વિચારી રહી છે, પરંતુ...

Malaika Aoroa and Arjun Kapoor: બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણે અર્જુન કપૂર સાથેના તેના સંબંધને લઇને ખાસ વાતચીત કરી હતી.

Malaika Aoroa and Arjun Kapoor: બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણે અર્જુન કપૂર સાથેના તેના સંબંધને લઇને ખાસ વાતચીત કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
malaika aorora and arjun kapoor photos news

બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ફાઇલ તસવીર

Malaika Arora and Arjun Kapoor: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની પૂરજોશમાં ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે હવે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નને કારણે બજાર ગરમ થયું છે. બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશા તેની ફિટનેસ ફ્રિકને કારણે ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા પોતાનાથી 12 નાના અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં છે. ભલે બંને વચ્ચે ઉંમરમાં એક દાયકાનો ફર્ક હોય પરંતુ બંને વચ્ચે અખૂટ પ્રેમ છે. તેઓ એક-બીજા પર ભરપૂર પ્રેમ વરસાવે છે. આ દરમિયાન મલાઇકા અરોરાએ ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ પહેલા લગ્ન અરબાઝ ખાન સાથે કર્યા હતા અને લગ્નના 18 વર્ષ બાદ કપલ વર્ષ 2017માં અલગ થઇ ગયા હતા. બંનેનો એક પુત્ર પણ છે. આ પછી નિરંતર મલાઇકા અને અર્જુનના લગ્નને લઇને સવાલ ઉઠી રહ્યા છે.

Advertisment

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ ખુલાસો કર્યો છે કે, તે બીજા લગ્ન વિશે વિચારી રહી છે. પરંતુ હમણા તે આ વિષય પર વધુ વાત કરવા નથી માંગતી. તેણે કહ્યું કે, અલબત્ત મેં આ અંગે વિચાર્યું છે. હું મારા અને અર્જુના રિલેશનશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગુ છું. હું પ્રેમમાં વિશ્વાસ કરુ છું… પરંતુ હું એ વાતનો જવાબ ન આપી શકુ કે, ક્યારે બીજા લગ્ન કરીશ કારણ કે, હું કેટલીક વસ્તુઓને સરપ્રાઈઝ રાખવા માંગુ છું. અગાઉથી જણાવી દેવાથી તેની મજા ખતમ થઈ જાય છે.

આ પણ વાંચો: હ્રિતિક રોશન અને સબા આઝાદ ગ્લેમરસ લૂકમાં એકબીજાની આંખોમાં આંખો પરોવીને ખોવાયા, પ્રશંસકોએ પૂછ્યો સવાલ

મલાઇકાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે કોઈએ મને કહ્યું હતું કે સંબંધ એક છોડ જેવો છે… તમે બીજ રોપશો અને તમારે તેને ઉગાડવા માટે પાણી આપવું પડશે… એટલા માટે સંબંધ અલગ નથી. તેમાં તમે શોટકર્ટનો સહારો ન લઈ શકો. રિલેશનશિપમાં એક બીજાને સમજવા અને તેની પ્રશંસા કરવી ખૂબ જરૂરી છે. અને મોટા ભાગે આપણે આ કરવાનું ભુલી જઈએ છીએ. મલાઈકા અને અર્જુન છેલ્લા ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ Malaika Arora celebrities મનોરંજન ન્યૂઝ