બોલિવૂડની હોટ અભિનેત્રી અને મોડેલ મલાઇકા અરોરા હંમેશા પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં રહે છે. આ વખતે અભિનેત્રી તેના અને અર્જુન કપૂરની બેડરૂમના સિક્રેટ જાહેર કરવાને કારણે ચર્ચામાં છે. તેણે કહ્યું છે કે, અર્જુન આખી રાત મારી સાથે… આખા દેશમાં અભિનેત્રી મલાઇકા અરોરાના કરોડો ફેન્સ છે. ત્યારે મલાઇકા અરોરા નેહા ધૂપિયાના ચેટ શો વોગ બીએફએફમાં પોતાના જીવન વિશે કેટલીક વાતો કહીને ફેન્સને ચકિત કરી દીધા હતા.
એક ઇન્ટરવ્યૂમાં, મલાઇકા અરોરાએ કહ્યું હતુ કે, તેને નાઇટ ગેમ્સ પસંદ છે અને તે દાઢીવાળા છોકરાને પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાન સાથે છૂટાછેડા પછી મલાઇકા તેના કરતાં 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, તેને કારણે મલાઇકા હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકા અને અર્જુન એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. અર્જુન કપૂર હંમેશા તેની સારસંભાળ લેતો જોવા મળે છે. તે મલાઇકાને અનહદ પ્રેમ કરે છે. બંને તેમના ભવિષ્યને લઈને ગંભીર છે. એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાએ જણાવ્યું હતું કે, ‘અર્જુન મને દરરોજ ખુશ રાખે છે, ‘અર્જુન મને આખી રાત જવાન હોઉં તેવું અનુભવ કરાવે છે. પ્રતિદિન અમારી વચ્ચે ઝઘડો થાય છે, મજાક-મજાકમાં નાનીમોટી મારામારી પણ થઈ જાય છે.’
બંનેને ઘણીવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ અર્જુન અને મલાઇકાને તેનાથી કોઈ ફેર પડતો નથી. બંને એકબીજા સાથે ખુશ છે અને એન્જોય કરતા જોવા મળે છે. મલાઇકા હાલમાં તેના જિમ લુક્સ અને ફિટ શરીરને કારણે ઇન્સ્ટાગ્રામમાં છવાયેલી છે. બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે તેનો સંબંધ પહેલાં અને અત્યારે પણ ચર્ચામાં છે.