Arijit Singh News: બોલિવૂડના મશહૂર સિંગર (Bollywood famous singer) અરીજીત સિંઘ (Arijit Singh) નો નવા વર્ષ પર કોલકાતામાં કોન્સર્ટનું આયોજન કરાયું હતું. પરંતુ આ કોન્સર્ટ રદ્દ થઇ ગયો હતો. જે અંગે બીજેપી (BJP) એ દાવો કર્યો હતો કે, અરીજીત સિંઘે કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘રંગ દે તૂ મોહે ગેરૂ આ’ ગીત ગાઇને મમતા બેનર્જી સરકાર પર કટાક્ષ કર્યો હતો. જેને પગલે મમતા બેનર્જી સરકારે અરીજીત વિરુદ્ધ એક્શન લેતા તેના કોન્સર્ટને રદ્દ કરી દીધો હતો. ત્યારે હવે કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ સિંગરને લઇને નિવેદન સામે આવ્યું છે.
આ મુદ્દે મમતા બેનર્જીએ પ્રથમવાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સિંગર, જેમણે મુશિર્દાબાદમાં એક મેડિકલ કોલેજ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તેમને સરકાર તરફથી સંભવ તમામ મદદ પ્રદાન કરાશે. આ સાથે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેમની સરકાર નેક કાર્યો માટે હંમેશા તત્પર રહે છે.
ઉલ્લેખનીય છે કે, અરીજીત સિંધ મુશિર્દાબાદમાં એક મેડિકલ કોલેજ ખોલવા માંગે છે. જેને લઇને મમતા બેનર્જીએ કહ્યું કે, અરીજીત મુશિર્દાબાદની માટીનો પુત્ર છે અને એક અદ્ભુત સિંગર છે. અરીજીતે તેમને ગૌરવંતિ કર્યા છે. તેમજ અરીજીતે જંગીપુરમાં પણ એક મેડિકલ કોલેજ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, તેના પર કામ ચાલુ છે. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, અરીજીત જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે, તેને તેમની સફળતા પર કોઇ ઘમંડ કે અભિમાન નથી. આ તેની સૌથી મોટી ખુબી છે. મહત્વનું છે કે, નવા વર્ષ નિમિત્તે G-20 બેઠકની તૈયારીઓ વચ્ચે અરીજીત સિંઘનો કોન્સર્ટ કોલકાતામાં યોજાયો હતો.
આ પછી તેના પર બીજેપી નેતા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે, અરીજીતે ફિલ્મ ‘દિલવાલે’નું ‘ગેરુઆ’ ગીત ગાયું હતું, જેના કારણે તેને ટીએમસી સરકારના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે પશ્ચિમ બંગાળની સરકારી સંસ્થા HIDCO એ અરીજીત સિંઘનો ઈકો પાર્કમાં આયોજીત શો રદ્દ કર્યો હતો. જો કે, કોલકાતાના મેયર ફિરહાદ હકીમએ અરીજીત સિંઘનો શો રદ્દ થતાં નિવેદન આપ્યું હતું કે, સિંગરનો શો G 20 પ્રોગામને નડતર રૂપ હતો એટલે રદ્દ કરાયો છે. તેમજ ફિરહાદએ કહ્યું કે, ભારતમાં G 20નો કાર્યક્રમ કોલકાતામાં કન્વેંશન હોલમાં છે, જે ઇકો પાર્કની સામે સ્થિત છે.