Pathan Movie On Ott release date: શાહરૂખ ખાન, જોન અબ્રાહ્મ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ’ને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે પ્રશંસકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ‘પઠાણ’ને લઇને ઘણા વિવાદ સર્જાયા છે. ‘પઠાણ’નું બેશરમ ગીત જેમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરતા અમુક સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેને પગલે સેંસર બોર્ડે ફિલ્મના અમુક સીન પર કાતર ફેરવી હતી. ત્યારે હવે દિલ્હી હાઇકોર્ટે યશ રાજ ફિલ્મ્સને કેટલાક વધુ ફેરફાર કરવા સૂચવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી હાઇકોર્ટે આ નિર્દેશો ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને આપ્યા છે. હાઈકોર્ટના નિર્દેશો મુજબ, નિર્માતાઓએ ફિલ્મમાં બંધ કૅપ્શન્સ, ઑડિયો વર્ણન અને સબટાઈટલ ઉમેરવા પડશે.
ફિલ્મમાં આ જરૂરી ફેરફારો કર્યા પછી, નિર્માતાઓએ CBFC પાસે જઈને ફરીથી પ્રમાણપત્ર મેળવવું પડશે. આપને જણાવી દઇએ કે, ‘પઠાણ’ હિન્દી સિવાય તમિલ, તેલુગુમાં 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.
આ પણ વાંચો: પઠાણના રંગે રંગાયુ દુબઇનું બુર્ઝ ખલીફા, જુઓ વીડિયો
મીડિયા અહેવાલ અનુસાર, નિર્માતાઓએ હાઈકોર્ટના નિર્દેશ મુજબ 20 ફેબ્રુઆરી સુધીમાં વિગતો સબમિટ કરવાની રહેશે, જોકે કોર્ટે ફિલ્મની થિયેટરમાં રિલીઝ અંગે કંઈ ટિપ્પણી કરી નથી. આપને જણાવી દઇએ કે, ‘પઠાણ’ 25 એપ્રિલના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.ત્યારે તે તમામ ફેરફારો શક્ય છે જે હાઇકોર્ટે યશરાજ ફિલ્મ્સને કરવા કહ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર ‘પઠાણ’ રિલીઝ થાય તે પૂર્વે ફરીથી પ્રમાણપત્ર મેળવવું પડશે.
શાહરૂખ ખાન ‘પઠાણ’થી લગભગ 5 વર્ષ બાદ મોટા પડદે ધમાકેદાર એક્શનમાં એન્ટ્રી કરશે. ફિલ્મમાં તે એક RAW એજન્ટનો રોલ નિભાવે છે, જેને ખૂબ જ ખતરનાક મિશન પાર પાડવા માટે બોલાવવામાં આવ્યો છે. જોન અબ્રાહમ સાથે તેની જબરદસ્ત લડાઈ સ્ક્રીન પર જોવા મળશે. એવી ચર્ચા છે કે યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મમાં સલમાન ખાન સિવાય રિતેશ રોશન પણ એક કેમિયો કરશે. પઠાણ ઉપરાંત શાહરૂખ ખાનની ફિલ્મ ‘દાંગી’ અને ‘જવાન’ પણ આ વર્ષે રિલીઝ થશે.
આ પણ વાંચો: IPA award 2023: ભાવિન રબારી આ એવોર્ડ મેળવનાર સૌથી નાની વયનો કલાકાર
મહત્વનું છે કે, પઠાણને લઇને દેશમાં જેટલો ક્રેઝ છે તેનાથી બમણો ક્રેઝ વિદેશમાં જોવા મળી રહ્યો છે. કારણ કે પઠાણના એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મે સાઉથ સૂપરહિટ KGFનો રેકોર્ડ તોડ્યો છે. આટલું જ નહીં દુબઇમાં વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્ઝ ખલીફા પર ‘પઠાણ’નું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ પર શાહરૂખ ખાન ત્યાં હાજર રહ્યો હતો.