Mamta Kulkarni Sanyas: અભિનેત્રી મમતા કુલકર્ણી મહા કુંભમાં બની સંન્યાસી, કિન્નર અખાડામાં બનશે મહામંડલેશ્વર

Mamta Kulkarni Maha Kumbh 2025: મમતા કુલકર્ણી ગૃહસ્થ જીવન છોડી મહા કુંભ મેળામાં સંન્યાસી બની છે. હવે તે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર તરીકે પોતાનું જીવન વ્યતિત કરશે.

Written by Rakesh Parmar
Updated : January 24, 2025 18:48 IST
Mamta Kulkarni Sanyas: અભિનેત્રી મમતા કુલકર્ણી મહા કુંભમાં બની સંન્યાસી, કિન્નર અખાડામાં બનશે મહામંડલેશ્વર
અભિનેત્રી મમતા કુલકર્ણી મહા કુંભમાં બની સંન્યાસી. (તસવીર: X)

Mamta Kulkarni Sanyas: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે 24 જાન્યુઆરીએ અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા જઈ રહી છે. અભિનેત્રી સંગમ ખાતે પિંડદાન કરશે અને તેમનો પટ્ટાભિષેક સમારોહ કિન્નર અખાડા ખાતે સાંજે 6 વાગ્યે યોજાશે. મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરી સાથે મુલાકાત કરી હતી. અને ત્રણેયના એકસાથે ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે.

23 જાન્યુઆરીના રોજ મમતા કુલકર્ણીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો અને પોતાના ફેન્સને માહિતી આપી કે તે પ્રયાગરાજ જઈ રહી છે અને ત્યાં શાહી સ્નાન કરશે. આ સાથે તેણીએ કહ્યું કે તે વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે અને અયોધ્યા પણ જશે.

કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણે કહ્યું છે કે, “કિન્નર અખાડા મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા જઈ રહ્યા છે. તેમનું નામ શ્રી યમાઈ મમતા નંદગિરિ રાખવામાં આવ્યું છે. જેમ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ ત્યારે બધી ધાર્મિક વિધિઓ ચાલી રહી છે.” છેલ્લા દોઢ વર્ષથી કિન્નર અખાડા મારા સંપર્કમાં છે… જો તે ઇચ્છે તો, તેને કોઈપણ ભક્તિ પાત્રની ભૂમિકા ભજવવાની છૂટ છે કારણ કે અમે કોઈને પણ તેમના પાત્રો ભજવતા અટકાવતા નથી.

તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણી 25 વર્ષથી ભારતમાં આવી ન હતી. તે ડિસેમ્બર 2024 માં જ ભારત પાછી આવી છે, જ્યારે તે એરપોર્ટ પર જોવા મળી ત્યારે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી મમતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને પોતાના દેશ પાછા ફરવાની ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: શું બાળક કરતાં ફોન વધુ મહત્વનો છે! મોબાઈલ પર વાત કરતા બાળક સાથે ગટરમાં ખાબકી મહિલા

મમતાએ કહ્યું હતું કે તે વર્ષ 2000 થી વિદેશમાં છે અને 25 વર્ષ પછી ભારત પરત ફરી છે. તેણે કહ્યું કે તે પોતાની માતૃભૂમિ આવીને ખૂબ ખુશ છે. તેને સમજાતું નથી કે ભારત પાછા ફરવાની ખુશી કેવી રીતે વ્યક્ત કરવી. તેણીએ કહ્યું હતું કે જ્યારે તેણીની ફ્લાઇટ ભારતની ભૂમિ પર ઉતરી ત્યારે તેણીએ આસપાસ જોયું અને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે આકાશમાંથી પોતાના દેશને જોવો ખૂબ જ ખાસ હતો, આ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

મમતા કુલકર્ણી મહાકુંભ માટે પરત ફરી

મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે તે ફક્ત મહાકુંભ માટે ભારત પરત આવી છે. પોતાના વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, “હું 25 વર્ષ પછી ભારત પરત ફરી છું. 12 વર્ષની તપસ્યા પછી મેં 2012 માં કુંભ મેળામાં ભાગ લીધો હતો, અને બરાબર 12 વર્ષ પછી હું 2025 માં બીજા મહાકુંભ માટે પાછી આવી છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ