/indian-express-gujarati/media/media_files/2026/01/13/mardaani-3-rani-mukerji-mallika-prasad-2026-01-13-13-50-58.jpg)
Mardaani 3 Star Cast : મર્દાની 3 ફિલ્મમાં રાની મુખરજી અને મલ્લિકા પ્રસાદ લીડ રોડમાં છે. Photograph: (Express/ Screen)
Mardani 3 Release Date : વર્ષ 2026 ફિલ્મ પ્રેમીઓ માટે ખૂબ જ ધમાકેદાર રહેવાનું છે. આ વર્ષે ઘણી નવી ફિલ્મો અને કેટલીક જૂની ફિલ્મોની સિક્વલ આવવાની છે, જેમા બોર્ડર 2 પછી મર્દાની 3 નું નામ પણ સામેલ છે. તાજેતરમાં ફિલ્મ પ્રોડ્યુસરે રાની મુખરજી સ્ટારર ફિલ્મ મર્દાની 3નું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં અભિનેત્રી ફરી એકવાર 'શિવાની શિવાજી રોય'ની ભૂમિકા ભજવતી જોવા મળશે.
ફિલ્મના ટ્રેલરમાં જોવા મળ્યું હતું કે આ ફિલ્મ છોકરીઓના ગુમ થવા અને તેમના અપહરણની આસપાસ ફરતી જોવા મળશે, જેના કેસની તપાસ રાની મુખરજીને સોંપવામાં આવે છે. મર્દાની 3 ફિલ્મમાં રાની મુખરજીનો સામનો વિલન 'અમ્મા' સાથે થશે, જેનું પાત્ર મલ્લિકા પ્રસાદે ભજવ્યું છે. હવે ટ્રેલર જોયા પછી, લોકો મલ્લિકાના અભિનયને લઈને પાગલ થઈ ગયા છે અને હવે તે જાણવા માટે ઉત્સાહિત છે કે આ મલ્લિકા કોણ છે.
મર્દાની 3 ફિલ્મની અમ્મા કોણ છે?
અપકમિંગ ફિલ્મ મર્દાની 3 માં મલ્લિકા પ્રસાદ ફિલ્મમાં છોકરીઓના અપહરણનું રેકેટ ચલાવી રહેલી 'અમ્મા'ની ભૂમિકામાં જોવા મળશે. હવે સવાલ એ આવે છે કે મલ્લિકા કોણ છે. જો તેણે પહેલા કઈ ફિલ્મોમાં કામ કર્યું છે, તો તમને જણાવી દઈએ કે અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં લખ્યું છે કે તે એક અભિનેત્રી, દિગ્દર્શક, વોઇસ અને એક્ટિંગ ટિચર છે.
આ સિવાય તે થિયેટર આર્ટિસ્ટ પણ છે. મલ્લિકાનો જન્મ બેંગલુરુમાં થયો હતો અને તેણે લંડન યુનિવર્સિટીની ગોલ્ડસ્મિથ કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. આ પછી, તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાયા, જ્યાંથી તેમણે એક્ટિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું હતું.
સાઉથની ફિલ્મોમાં કરી એક્ટિંગ
મલ્લિકાએ 1999માં ફિલ્મ 'કનુરુ હેગદિતી'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે 2001 માં આવેલી ફિલ્મ 'ગુપ્તગામિની'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. અભિનેત્રી કન્નડ પ્રેક્ષકોમાં સૌથી વધુ પ્રખ્યાત છે. ફિલ્મો ઉપરાંત મલ્લિકા 'ધ કિલર સૂપ'માં પણ જોવા મળી છે, જેમાં કોંકણા સેન અને મનોજ બાજપેયી હતા. તેણે અનુરાગ કશ્યપની ફિલ્મ 'આલમોસ્ટ પ્યાર'માં પણ કામ કર્યું છે.
મલ્લિકાએ 'ફોર માય એલા' નામની શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ માટે એને સુંદરવન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને લોસ એન્જલસ ઇન્ડી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એવોર્ડ મળ્યો હતો.
આ પણ વાંચો : બોર્ડર 2 નું નવું ગીત 'જાતે હુએ લમ્હો' રિલિઝ, વિશાલ મિશ્રાના અવાજમાં સાંભળો આ હૃદયસ્પર્શી ગીત
Mardani 3 Release Date : મર્દાની 3 ક્યારે રિલીઝ થશે?
રાની મુખરજી સ્ટારર ફિલ્મ મર્દાની 3 અભિરાજ મીનાવાલા દ્વારા દિગ્દર્શિત છે અને આદિત્ય ચોપરા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલા લોકોને ફિલ્મના બંને ભાગ મર્દાની અને મર્દાની 2 બહુ પસંદ આવ્યા હતા. દમદાર ટ્રેલર જોયા બાદ દર્શકો મર્દાની 3 ફિલ્મ જોવા આતુર છે. આ ફિલ્મ 30 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે નવા વર્ષના પહેલા મહિનામાં અભિનેત્રી મોટા પડદા પર ચાહકોને મોટી સરપ્રાઈઝ આપવા આવી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us