Medha Shankar : મેધા શંકર ફિલ્મ 12th Fail માં શ્રધ્ધા જોશીનું પાત્ર નિભાવી દર્શકોના દિલ જીતી રહી છે. 12th Fail ફિલ્મમાં બોયફ્રેન્ડ મનોજ શર્માની આઇપીએસ બનવા સુધીની સંઘર્ષ કથામાં પ્રેમિકા શ્રધ્ધા જોશી બની સાદગી અને ધારદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. મેધા શંકરની આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી છે.
મેધા શંકર અભિનીત વિધુ વિનોદ ચોપરાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 12th Fail દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. IPS મનોજ કુમાર શર્માના જીવનથી પ્રેરિત આ ફિલ્મમાં વિક્રાંત મૈસી મુખ્ય ભૂમિકા એટલે કે મનોજ શર્માના પાત્રમાં છે અને અભિનેત્રી મેધા શંકર મનોજ શર્માની સહપાઠી, ગર્લફ્રેન્ડ શ્રધ્ધા જોશીના રોલમાં છે.
મેધા શંકર આ ફિલ્મમાં મનોજ શર્માની પ્રેમિકા શ્રધ્ધા જોશીના કિરદારમાં છે. મેધાએ આ ફિલ્મમાં સાદગી અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. મેધાએ કપરી સ્થિતિમાં પણ એક સાચા સાથીની ગરજ સારી છે.
મેધા શંકર ફેમિલી
મેધા શંકર મહારાષ્ટ્રીય પરિવારમાંથી આવે છે અને દિલ્હી એનસીઆર સ્થિત નોએડામાં રહે છે. મેધા અભિનેત્રીની સાથોસાથ એક સારી સિંગર અને મોડલ પણ છે. મેધાએ ક્લાસિકલ સંગીતના ક્લાસ કરેલા છે. મેધાના પરિવારની વાત કરીએ તો માતા પિતા અને એક ભાઇ છે. મેધાના પિતાનું નામ અભય શંકર અને માતાનું નામ રચના રાજ શંકર છે જ્યારે ભાઇનું નામ અપૂર્વ શંકર છે.
મેધા શંકર શિક્ષણ
મેધા શંકરે પોતાનો અભ્યાસ નોએડા સ્થિત સ્કૂલમાંથી કર્યો છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઇ છે. બાદમાં મેધાએ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું છે.
મેધા શંકર કરિયર
મેધા શંકરે પોતાના કરિયરની શરુઆત મોડેલિંગ અને ટીવી વિજ્ઞાપનથી કરી હતી. વર્ષ 2015 માં રિલીઝ થયેલ શોર્ટ ફિલ્મ વિથ યુ ફોર યુ ઓલવેજ સાથે મેધા શંકરે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. જેમાં તેણીએ માયાનો રોલ કર્યો હતો.
મેધા શંકર બ્રિટિશ ડ્રામા – બીચમ હાઉસ
વર્ષ 2019 માં રિલીઝ થયેલ બ્રિટિશ હિસ્ટોરિકલ ડ્રામા ટીવી સિરીઝ બીચમ હાઉસના બે એપિસોડમાં કામ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 2021 માં રિલીઝ થયેલ કિર્તી કુલ્હારીની ફિલ્મ શાદિસ્તાન સાથે તેણીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
મેધા શંકર 12th Fail
મેધા વર્ષ 2021 માં રિલીઝ થયેલ વેબ સિરીઝ દિલ બેકરાર માં પણ દેખાઇ હતી. જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર છે. તાજેતરમાં જ તેણીની ફિલ્મ 12th Fail રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં આઇપીએસ મનોજ કુમાર શર્માની સંઘષ કથામાં પ્રેમિકા શ્રધ્ધા જોશીનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. જે દર્શકોને ઘણું જ પસંદ આવ્યું છે. આ ફિલ્મમાં તેણીની એક્ટિંગ અને સાદગીના વખાણ થઇ રહ્યા છે.





