શું મોનાલિસા ખતરામાં છે? વાયરલ ગર્લે પોતે સનોજ મિશ્રાને લઈ મોટો ખુલાસો કર્યો

Monalisa controversy: મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવીને સનોજ મિશ્રા પરના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તે કોઈ જાળમાં ફસાઈ નથી. જે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તે એક અફવા છે.

Written by Rakesh Parmar
February 18, 2025 18:06 IST
શું મોનાલિસા ખતરામાં છે? વાયરલ ગર્લે પોતે સનોજ મિશ્રાને લઈ મોટો ખુલાસો કર્યો
મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવીને સનોજ મિશ્રા પરના આરોપોને નકારી કાઢ્યા છે. (તસવીર : sanojmishra/Instagram)

મહાકુંભ 2025 માં ઘણા લોકો વાયરલ થયા છે. સૌથી વધુ ચર્ચામાં એક છોકરી વાયરલ થઈ હતી જેનું નામ છે મોનાલિસા. મોનાલિસા ભોસલે સોશિયલ મીડિયાની ક્વીન બની ગઈ છે અને તેની તસવીરો અને વીડિયો દરરોજ વાયરલ થઈ રહ્યા છે. આ છોકરી મહાકુંભમાં માળાઓ વેચી રહી હતી અને ત્યારે જ તેની વાદળી આંખોએ લોકોનું ધ્યા ખેંચ્યું અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ.

મોનાલિસાની તસવીરો વાયરલ થતા તેના પર નિર્દેશક સનોજ કુમારની નજર પડી. જે બાદ તેઓ તેની શોધમાં તેના ઘરે પહોંચી ગયા અને તેને ફિલ્મ ઓફર કરી દીધી. ‘ધ ડાયરી ઓફ મણિપુર’ નામની ફિલ્મમાં તેને કાસ્ટ કરી લેવામાં આવી. લોકો કહેવા લાગ્યા કે હવે મોનાલિસાનું નસીબ ચમકી ગયું.

વિવાદ થયો

ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા જેમાં સીધી-સાદી મોનાલિસાના બદલાયેલા તેવર અને અંદાજ જોવા મળ્યો હતો. તે પહેલાની તુલનામાં સ્ટાઈલિશ થઈ ગઈ. તેણે વાંચવાનું અને લખવાનું પણ શરૂ કરી દીધુ. આ સિવાય ફ્લાઈટમાં પ્રથમવાર પ્રવાસ પણ કર્યો અને બ્રાન્ડ પ્રમોશનનો પણ ભાગ બની. હવે મોનાલિસાનો ચાર્મ પહેલાથી પણ વધી ગયો છે. તેના જીવનની દરેક અપડેટ નિર્દેશક સનોજ કુમાર સાથે મળીને સોશિયલ મીડિયા પર આપવા લાગી છે. લોકોને લાગતુ હતું કે હવે સફળતા તેને મળશે પરંતુ હવે મોનાલિસાને લઈ નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

પ્રોડ્યૂસર જિતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફે વસીમ રિઝવીએ કહ્યું કે, સનોજ મિશ્રાએ તેને ટ્રેપમાં ફસાવી લીધી છે. સાથે જ એવો પણ દાવો કર્યો કે તેની પાસે ફિલ્મ બનાવવા માટે પૈસા નથી. તે માત્ર લાઇમલાઇટમાં બની રહેવા માટે છોકરીને લઈ ફરી રહ્યો છે. હવે આ મામલે મોનાલિસાએ પોતે નિવેદન આપ્યું છે અને આખુ સત્ય જણાવ્યું છે.

મોનાલિસાએ પોતાનો પક્ષ રજૂ કર્યો

મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવીને સનોજ મિશ્રા પરના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તે કોઈ જાળમાં ફસાઈ નથી. જે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તે એક અફવા છે. તેણીએ લખ્યું, ‘નમસ્તે, મારું નામ મોનાલિસા ભોંસલે છે અને હું મુંબઈ વગેરે જગ્યાએ ક્યાંય ગઈ નથી. અત્યારે હું મધ્યપ્રદેશમાં છું અને અભિનય શીખી રહી છું અને અભ્યાસ કરી રહી છું. તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી. મારી બહેન અને મોટા પિતા પણ મારી સાથે છે. જુઓ, મારી બહેન અને મારા મોટા પિતા. સનોજ મિશ્રા મને બે વાર મળવા આવ્યા. સનોજ સર ખૂબ જ સારા છે, તેઓ મારી સાથે દીકરીની જેમ વર્તે છે. લોકો ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. મેં જાતે જોયું છે કે સનોજ મિશ્રા ખૂબ જ આદરણીય અને ખૂબ જ સારા છે. તેમનો સ્વભાવ ખૂબ જ સારો છે, મને સારૂ લાગ્યું. હું તમને વિનંતી કરું છું કે અમારી ફિલ્મ બનતી અટકાવશો નહીં.

આ પણ વાંચો: આ કારણે અમદાવાદમાં 3 ફ્લાયઓવર બંધ કરવામાં આવશે, વૈકલ્પિક રૂટ્સ જાહેર

અગાઉ સનોજે સ્પષ્ટતા આપી હતી

અગાઉ સનોજ મિશ્રાએ પોતે આ બાબતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને તેને બકવાસ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે તે મોનાલિસાને મદદ કરવા આગળ આવ્યા છે અને તેમનો હેતુ ફક્ત તેને મદદ કરવાનો છે. હવે મોનાલિસાના મોટા પિતાએ પણ આ બાબતે પોતાનો પક્ષ રાખ્યો છે અને કહ્યું છે કે સનોજ તેને મદદ કરી રહ્યા છે. મોનાલિસાના મોટા પિતાએ કહ્યું, ‘તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી.’ બધું બરાબર છે, સાહેબ અમારી પાસે આવે છે. તે ફક્ત કંઈક શીખવવા માંગે છે અને તેથી જ તે તે કરી રહ્યા છે. આ વાતચીત દરમિયાન એ પણ સ્પષ્ટ થયું કે મોનાલિસા મુંબઈમાં નથી પણ મધ્યપ્રદેશમાં તેના પરિવાર સાથે રહે છે.

સનોજ મિશ્રા પર આ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા

નિર્માતા જીતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફે વસીમ રિઝવીએ કહ્યું હતું કે, ‘મોનાલિસા ફસાઈ ગઈ છે.’ મને મોનાલિસા અને તેના પરિવાર પર દયા આવે છે, તેઓ સરળ લોકો છે. અમે પણ કુંભમાંથી તેમના વાયરલ ફોટા જોયા હતા, પરંતુ સનોજ મિશ્રા જેવા દિગ્દર્શક તેમના ઘરે પહોંચ્યા અને તેમને તેમના વિશે કંઈ ખબર પણ ન પડી અને તેમણે તેમની પુત્રીને તેમને સોંપી દીધી. સનોજ મિશ્રા પાસે કોઈ ફાઇનાન્સર નથી. તેની પાસે પૈસા નથી, તે ફિલ્મ કેવી રીતે બનાવશે? મણિપુર ડાયરી ક્યારેય નહીં બને. તે ફક્ત તે છોકરીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને તેને ચારેય તરફ ફેરવી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ