ફાટી ને? હિતુ કનોડિયા સ્ટારર નવી હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ

Faati Ne? Hitu Kanodia Gujarati Movie: હિતુ કનોડિયાની નવી મુવી ફાટી ને? 31 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ગુજરાતી હોરર-કોમેડી એવી ફાટી ને ફિલ્મનું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.

Written by Rakesh Parmar
Updated : December 23, 2024 00:08 IST
ફાટી ને? હિતુ કનોડિયા સ્ટારર નવી હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ
'ફાટી ને?' નું મોશન પોસ્ટર ફિલ્મના રોમાંચક ફર્સ્ટ લૂકની ઝલક આપે છે.

Faati Ne Gujarati Movie: આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘ફાટી ને?’ નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાની ખાતરી છે. રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો અને પેટ પકડીને હસાવતી કોમેડીનું પરફેક્ટ બેલેન્સ, એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવામાં નવા સ્ટાન્ડર્ડ સ્થાપવા તૈયાર છે.

તાજેતરમાંજ રિલીઝ થયેલું ‘ફાટી ને?’ નું મોશન પોસ્ટર ફિલ્મના રોમાંચક ફર્સ્ટ લૂકની ઝલક આપે છે. મુખ્ય પાત્રો હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાની સાથે બેકગ્રાઉન્ડમાં દેખાતી ભયાનક અને રહસ્યમય છબી ફિલ્મના રહસ્યને વધુ ગાઢ બનાવે છે. આ દ્રશ્યો દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે છે અને અણધાર્યા વળાંકો સાથે પાત્રોની દુનિયામાં ખેંચી લાવવા સક્ષમ છે.

આ પણ વાંચો: 12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ? દેવતાઓ અને દાનવોના યુદ્ધ સાથે જોડાયેલી છે કથા

‘ફાટી ને?’ ફિલ્મ માત્ર રિજનલ સિનેમાની સીમાઓને આગળ ધપાવતી નથી, પણ પ્રેક્ષકો માટે અગાઉ ક્યારેય ના જોયેલ વિઝ્યુઅલ અને ઑડિયો ટ્રીટ પણ પ્રદાન કરે છે, આ ફિલ્મની આકર્ષક વાર્તા પ્રેક્ષકોને મોહિત કરવા 31 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

લાગણીઓની રોલરકોસ્ટર રાઈડ માટે તૈયાર રહો, ભય અને હાસ્યનો સંગમ એવી ‘ફાટી ને?’ ફિલ્મ પ્રેક્ષકોને હાસ્ય સાથે હોરર અને કોમેડી પણ પીરસે છે.

વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, મ્યુઝિક અને અભિનયના ઉત્તમ સમન્વય સાથે આ ફિલ્મ ગુજરાતી દર્શકોનો ગમે એવી છે. ફૈઝલ હાશ્મી દ્વારા નિર્દેશિત અને લિખિત; ફેનિલ દવે દ્વારા લિખિત, આ ફિલ્મ એસપી સિનેકોર્પ અને સન આઉટડોરના બેનર હેઠળ બનેલ છે.

આ ફિલ્મનું નિર્માણ કેન્સ ફિલ્મ્સ, કેશવી પ્રોડક્શન્સ અને ફુલપિક્સેલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મનું વર્લ્ડ વાઈડ વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ