/indian-express-gujarati/media/media_files/2026/01/09/natalie-burn-toxic-experience-2026-01-09-16-26-13.jpg)
નતાલી બર્નનો ટોક્સિક ફિલ્મનો અનુભવ Photograph: (Natalie Burn/Insta)
યશ હાલમાં તેની ફિલ્મ "ટોક્સિક" ની રિલીઝ માટે ચર્ચામાં છે, જે 2026 ની ઈદ પર રિલીઝ થશે. અભિનેતા યશ અને વિદેશી અભિનેત્રી નતાલી બર્ન વચ્ચેનો સીન ખૂબ ચર્ચામાં રહ્યો છે. તો ચાલો યશ સાથે કામ કરવાના નતાલી બર્નના અનુભવ વિશે તમને જણાવીએ.
કન્નડ અભિનેતા યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ "ટોક્સિક" ની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશના જન્મદિવસ પર "રાયા" નું ટીઝર શેર કરવામાં આવ્યું હતું. યશ ફિલ્મમાં રાયાની ભૂમિકામાં છે. આ ટીઝર વીડિયોમાં 30 સેકન્ડનો એક સીન ખૂબ જ લોકપ્રિય થયો હતો, જેમાં અભિનેતા વિદેશી અભિનેત્રી નતાલી બર્ન સાથે રોમાન્સ કરતો અને ઇન્ટિમેટ થતી દેખાય છે.
નતાલી અને યશ વચ્ચેનો 30 સેકન્ડનો કાર સીન વાયરલ થયો હતો, જેનાથી માત્ર ચાહકો જ નહીં પરંતુ હિન્દી ફિલ્મ નિર્માતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રામ ગોપાલ વર્માએ પણ તેની પ્રશંસા કરી હતી. દિગ્દર્શક ગીતુ મોહનદાસને તેના માટે ખૂબ પ્રશંસા મળી હતી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/09/natalie-burn-2026-01-09-16-28-15.jpg)
હવે નતાલી બર્નની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેણીએ ભારતીય સિનેમાનો ભાગ બનવાનો અને યશ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણીએ તેને એક અદ્ભુત અનુભવ તરીકે વર્ણવ્યો.
નતાલીના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેણીએ યશ અને જેજે લોકોપેરી સાથે ટોક્સિક ફિલ્મમાં કામ કરવાનો અનુભવ અદ્ભુત ગણાવ્યો હતો. તેણીએ પોસ્ટમાં લખ્યું, "તમારી સાથે કામ કરવું અદ્ભુત હતું. ટોક્સિક પણ અદ્ભુત છે."
કપિલ શર્માના શો માં નિરૂહાએ કર્યો ખુલાસો- મનોજ તિવાપી ભોજપુરી સ્ટાર્સના નામના ડ્રાયવરો રાખે છે
નતાલીએ આગળ લખ્યું, "ભારત આવવા અને આ અદ્ભુત સમુદાયનો ભાગ બનવાની આ અદ્ભુત તક માટે હું તમારા બધાની ખરેખર આભારી છું. મેં તમારા બધા પાસેથી ઘણું શીખ્યું અને હું આ અનુભવ માટે હંમેશા આભારી રહીશ. હું તે ક્ષણની રાહ જોઈ રહી છું જ્યારે આખી દુનિયા આ ફિલ્મને દેખશે."
જોકે નતાલી બર્નની ફિલ્મોની વાત કરીએ તો તેણેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ "ધ એક્સપેન્ડેબલ્સ 3," "નિમ્ફ," "ક્રિમિનલ," "એક્સિલરેશન," "મિકેનિકલ રિસરેક્શન," "ડાઉનહિલ," અને "ફોર્ટ્રેસ: સ્નાઇપર્સ આઇ" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
નતાલી બર્નનો જન્મ યુક્રેનમાં થયો હતો. તેમનું સાચું નામ નતાલી ગુલિસ્ટા છે. તે એક લોકપ્રિય અમેરિકન અભિનેત્રી, મોડેલ, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us