સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના ડેટિંગની ચર્ચા ઘણા સમયથી ગોસિપની દુનિયામાં ચાલી રહી છે. નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સાઉથનો મોસ્ટ હેન્ડસમ હીરો વિજય દેવરકોંડાને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે, બંને સ્ટાર એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે આ અંગે બંને તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ હાલ રશ્મિકા વિશે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તેમના ફે્ૃન્સને નિરાશ કરી શકે છે.
અભિનેત્રી કોનાથી ઇમ્પ્રેસ છે?
રશ્મિકા મંદાના સંબંધિત એવી માહિતી સામે આવી છે કે, અભિનેત્રી ‘લાઈગર’ એક્ટરથી નહીં પરંતુ કોઈ બીજા જ એક્ટરથી ઈમ્પ્રેસ છે. કોણ છે એ જેને રશ્મિકા મંદાના પર પોતાનો જાદુ ચલાવ્યો છે? મળતી માહિતી અનુસાર, રશ્મિકા મંદાના વિજય દેવરાકોંડાને નહીં પરંતુ તેલુગુ અભિનેતા બેલામકોંડા સાઈ શ્રીનિવાસને પસંદ કરે છે. આ સાથે રશ્મિકા અને બેલામકોંડા સાઈ શ્રીનિવાસ આ દિવસોમાં ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળે છે. જેને પગલે બંનેની નિકટતાની ચર્ચાઓ થવા લાગી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રશ્મિકા અને શ્રીનિવાસ બંને એકબીજાને પસંદ કરે છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રશ્મિકા મંદાના સાઇ શ્રીનિવાસને ડેટ કરી રહી છે. જો કે આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. નવાઇની વાત એ છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિકા અને બેલામકોંડા સાઈ શ્રીનિવાસ મુંબઈ એરપોર્ટ પર એકસાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેની ડેટિંગની વાતને હવા મળી છે.
આ પણ વાંચો: પ્રભુ દેવા દેશના માઇકલ જૈક્સન કહેવાય છે, તેના જીવનમાં નયનતારાના કારણે ભૂકંપ આવી ગયો હતો
ડેટિંગની અફવાઓ એક ઝટકો બની શકે છે
આ ઉપરાંત બંને સ્ટાર્સે એક એવોર્ડ શોના રેડ કાર્પેટ પર સાથે હાજરી આપી હતી. પરંતુ રશ્મિકા મંદાનાની બેલીમકોંડા સાઈ શ્રીનિવાસ સાથે ડેટિંગની અફવાઓ એક ઝટકો બની શકે છે કારણ કે, તેની અને વિજય દેવરાકોંડાની નિકટતા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ સમાચારના થોડા સમય પહેલા રશ્મિકા અને દેવકોંડાના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા પરંતુ બાદમાં બંનેને એકસાથે જોઈ તે સમાચાર ખોટા ઠર્યા હતા.