ભારતના ટોચના ડાન્સર્સ અને કોરિયોગ્રાફર્સમાં હંમેશા મોખરે આવતું સૌપ્રથમ નામ પ્રભુ દેવાનું છે. અદ્ભુત અભિનેતા, નૃત્યાંગના, કોરિયોગ્રાફર અને દિગ્દર્શક પ્રભુ દેવા આજે 3 એપ્રિલે તેમનો 50મો જન્મદિવસ એટલે કે ઉજવી રહ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રભુ દેવાએ એક તબક્કો પૂર્ણ કર્યા બાદ પણ યુવા નૃત્યકારોને સ્પર્ધા આપી રહ્યા છે અને સતત ફિલ્મ ઉદ્યોગમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે. દક્ષિણ ભારરતમાં પ્રભુ દેવાને લોકો ઘણા પહેલાથી ઓળખતા હતા, પરંતુ વર્ષ 2000 પછી હિન્દી ફિલ્મ પ્રેમીઓમાં તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ. માધુરી દીક્ષિત સાથેનું તેમનું ડાન્સ આઈટમ સોંગ ‘મુક્કાલા મુકબલા’ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, પ્રભુ દેવાએ આ ગીતમાં પોતાના ડાન્સથી ભારતના ખૂણે-ખૂણે પોતાની ઓળખ બનાવી હતી.
આજે પ્રભુ દેવા રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વિશ્વસ્તરે પણ તેમના નામની બોલબાલા છે. પ્રભુ દેવાને તેમના કાર્ય અને નૃત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે વર્ષ 2019માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. પ્રભુ દેવાને ભારતીય માઈકલ જેક્સન કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેઓ ક્લાસિકલ ડાન્સર છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં પ્રભુએ કહ્યું હતું કે, ‘હું ક્લાસિકલ ડાન્સર છું, મેં મારા ગુરુઓ પાસેથી ભરતનાટ્યમ શીખ્યું છે. તે જ સમયે માઈકલ જેક્સનનું આલ્બમ થ્રીલર આવ્યું, જ્યારે મેં જોયું ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં મારી જાતને કહ્યું, આ વ્યક્તિ કોણ છે. માઈકલ જેક્સનની મારા પર સૌથી વધુ અસર પડી છે’.
પ્રભુ દેવા વિશે આ પણ રસપ્રદ વાત છે કે, પ્રભુદેવાના જીવનમાં નયનતારાના કારણે ભૂકંપ આવી ગયો હતો. નયનતારા અને પ્રભુદેવાની પ્રેમ કહાની (Nayanthara and Prabhudeva Love Story) કેન્સર (Cancer)થી પીડિત તેમના પુત્ર (Son)ના મૃત્યુ પછી શરૂ થઈ હતી. એવું કહેવાય છે કે દિગ્દર્શકની પત્ની (Wife) લતાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેમના પતિએ (Husband) અભિનેત્રી સાથે બીજા લગ્ન (Marriage) કરવાની પરવાનગી પણ માંગી હતી.
નયનતારા વિશે એવું પણ કહેવામાં આવે છે કે બંને એકબીજાના એટલા પ્રેમમાં હતા કે તેઓ કંઈ સમજી શકતા ન હતા. એવી પણ અફવા છે કે, અભિનેત્રીએ પ્રભુદેવા સાથે લગ્ન કરવા માટે તમામ હદો વટાવી દીધી હતી. નયનથારાએ ડાયરેક્ટર સાથે લગ્ન કરવા માટે લતાને 3 કરોડ રૂપિયા, સોનાના કેટલાક સિક્કા અને 85 લાખની કિંમતનો હાર ભેટમાં આપ્યો હતો.

તેમના વિશે એવા પણ સમાચાર હતા કે જ્યારે પ્રભુદેવા તેમના સંબંધો વિશે ચૂપ રહેતા હતા, ત્યારે નયનથારાએ તેમના કાંડા પર પ્રભુદેવાના નામનું ટેટૂ પણ બનાવ્યું હતું. જોકે, તમામ વિવાદો બાદ એક દિવસ તેમના સંબંધોમાં તિરાડ પડી અને તેઓ અલગ થઈ ગયા. અભિનેત્રીએ 2015માં વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની પ્રેમ કહાનીની આ રીતે શરૂઆત, છ મહિનાથી બંને રિલેશનશીપમાં
જો કે, ગયા વર્ષે વિગ્નેશ અને નયનતારા વિશે સમાચાર આવ્યા હતા કે તેઓ 6 વર્ષથી લિવ-ઈનમાં રહે છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરશે. તેમની સગાઈના સમાચાર પણ આ વર્ષે માર્ચમાં આવ્યા હતા.