આજકાલ ગોસિપ માટે લોકમુખે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું નામ જ આવે છે. કારણ કે જ્યારથી તેઓ એકસાથે રેસ્ટોરેન્ટમાં જોવા મળ્યા છે ત્યારથી તેમના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પરિણીતી અને રાઘવના પરિવારો સગાઇની તૈયારીમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં કપલ સગાઇ કરીને એકબીજાના થઇ જશે. પરિણીતી અને રાઘવ એકબીજાના પ્રેમમાં કંઇ રીતે પડ્યા અને તેમની લવસ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ? તે જાણવા માટે આતુર છે. ત્યારે હવે આ તમામ સવાલનો જવાબ જાણવા આ અહેવાલ વાંચો.
મળતી માહિતી અનુસાર પરિણીતી અને રાઘવની પહેલી મુલાકાત પંજાબમાં થઈ હતી. પરિણીતી ચોપરા એ વખતે પંજાબમાં શૂટિંગ કરી રહી હતી. જોકે, પરિણીતી અને રાઘવ ક્યારથી રિલેશનશીપમાં છે તેનો ચોક્કસ સમય જાણી શકાયો નથી પરંતુ એવું લાગે છે કે વાત લગ્ન સુધી પહોંચી છે એટલે તેઓ ઓછામાં ઓછા છ મહિનાથી તો સાથે હશે જ.
આ પણ વાંચો: પુષ્પા 2 જોવા માટે હવે દર્શકોએ લાંબી રાહ જોવી પડશે, આ કારણથી 3 મહિના માટે શૂટિંગ અટક્યું
પરિણીતીની કઝિન પ્રિયંકા ચોપરા પણ પોતાના પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી સાથે મુંબઈ આવી છે. ગત સાંજે પ્રિયંકા અને પતિ નિક નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ગાટનમાં પણ સામેલ થયા હતા. અહીં મોટી સંખ્યામાં બોલિવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. પ્રિયંકા આગામી વેબ સીરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે ભારત આવી છે. પ્રિયંકા કઝિન પરિણીતી સાથે મુલાકાત કરશે અને જો મેળ પડ્યો તો રાઘવને પણ મળી શકે છે.