એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) ને ઘણા આંતરરાષ્ટ્રીય પુસ્કરાથી નવાજવામાં આવી છે. તેમજ આ ફિલ્મનું ‘નાટુ નાટુ ગીત’ (Nattu Nattu song) ઓસ્કરમાં નોમિનેટ થયું છે. આ ગીતના કમ્પોઝર સંગીતકાર એમ.એમ કિરવાણી (M.M.keervani) ને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે.
હકીકતમાં સાઉથ અને બોલીવુડની ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર મ્યુઝીક ડાયરેકટર એ.આર.રહેમાને (A.R. Rehman) કિરવાણી અંગે એક ખુલાસો કર્યો છે.
એ.આર.રહેમાને જણાવ્યુ હતુ કે, ‘નાટુ નાટુ’ ગીતના સંગીતકાર કિરવાણી 2015માં સંગીત છોડવા માગતા હતા. હાલ રાષ્ટ્રીય પુરસ્કાર અને પદમશ્રી મેળવનાર કિરવાણીએ સંગીત છોડવાનુ વિચાર્યું હતુ તેમ રહેમાને કિરવાણીના સંગીતની પ્રશંસા કરતા કહ્યુ હતુ.
કિરવાણી અન્ડરરેટેડ સંગીતકાર છે. રહેમાને વધુમાં જણાવ્યુ હતુ કે કોઈપણ વ્યકિત એમ વિચારે કે તેનુ જીવન સમાપ્ત થઈ ગયુ છે તો કદાચ કે એ બિંદુ છે, જયાંથી જીવન શરૂ થાય છે. આ (કિરવાણી) ઉતમ ઉદાહરણ છે. હું મારા બાળકોને કહુ છું કે તે સજજન 35 વર્ષથી કામ કરી રહ્યા હતા અને છોડવા માગતા હતા. પરંતુ પછી જ ખરેખર તેમની કારકીર્દી શરૂ થઈ હતી.
આ સાથે રહેમાને જણાવ્યુ હતુ કે હું ચોકકસ ઈચ્છુ છુ કે ‘નાટુ નાટુ’ ગીત ચોકકસ ઓસ્કર એવોર્ડ જીતે. રહેમાને કિરવાણીની પ્રશંસા કરતા અને સાથીદારની પડખે ઉભા રહેવા બદલ ફેન્ચી રહેમાનની પ્રશંસા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એ.આર.રહેમાનને વર્ષ 2009માં ‘સ્લમ હોગ મિલિયોનેર’માં સંગીત માટે ઓસ્કર એવોર્ડ મળ્યો છે. કિરવાણીએ 1990માં તેલુગુ ફિલ્મ ‘કલ્કી’થી કારકીર્દી શરૂ કરી હતી. ત્યારબાદ ‘ક્રિમીનલ’, ‘ઝખ્મ’ ‘સૂર’ ‘જિસ્મ’ જેવી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યુ છે.