બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) સાથે પાંચ વર્ષ બાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ચારેય તરફ શાહરૂખ ખાન (Shahrukh khan) છવાયેલો છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ત્યારે શાહરૂખ ખાન પ્રત્યે પ્રશંસકોની એવી દિવાનગી અને ક્રેઝ જોવા મળ્યો હતો કે ફિલ્મના એડવાન્સ બુંકિગથી લઇને કમાણી મામલે ‘પઠાણ’એ ઘણા રેકોર્ડ તોડ્યા છે. પઠાણએ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર 55 કરોડનો વેપાર (Pathaan opening day collection) કરી KGF 2 અને Bahubali 2નો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આવો જાણીએ પઠાણ બોક્સ ઓફિસ (Pathaan Box Office collection) પર અત્યાર સુધીમાં કેટલો વેપાર કરી શકી છે?
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ‘પઠાણ’નો જોરશોરથી વિરોધ થયો હતો. જો કે ફિલ્મ રિલીઝના દિવસે પણ ઇંદોર, બિહાર તથા હૈદરાબાદમાં વિરોધ યથાવત હતો. છતાં આ હંગામાં વચ્ચે ફિલ્મ રિલીઝ થઇ. ‘પઠાણ’માં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહ્મ પણ મહત્વની ભૂમિકામાં છે. ત્યારે આ ફિલ્મને લઇને વિવાદ બેશરમ ગીતમાં દીપિકા પાદુકોણ (Deepika padukone) એ ભગવા રંગની બિકીની પહેરતા જન્મયો હતો.
બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, ‘પઠાણ’એ બીજા દિવસે પણ સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારે ફિલ્મની પ્રથમ દિવસ અને બીજા દિવસની ગણતરી કરીને ફિલ્મનો કમાણીનો આંકડો 70 કરોડ પર પહોંચ્યો છે. જો કે, ચોક્કસ આંકડો વધારે હોઈ શકે છે કારણ કે દક્ષિણના વિવિધ પ્રદેશોમાં ફિલ્મ રિલીઝના બીજા દિવસે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર ‘પઠાણ’નો બોક્સ ઓફિસ કલેકશન (Pathaan Box Ofiice Collection) નો આંકડા 65-70 કરોડ રૂપિયાની રેન્જમાં છે. જો ફિલ્મના બે દિવસના કલેક્શનની વાત કરીએ તો એકંદરે ફિલ્મે 120 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચો: Shenaaz Gill Birthday: બિગ બોસ ફેમ શહેનાઝ ગિલે ઉજવ્યો શાનદાર રીતે બર્થડે, જુઓ વીડિયો
જ્યારે બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 26 જાન્યુઆરીએ 67-69 કરોડનો બિઝનેસ કર્યો હતો. પબ્લિકેશનનું માનીએ તો ફિલ્મ વીકેન્ડ પર 200 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. તે જ સમયે, ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ટ્વિટર પર માહિતી આપી છે. તેમના મતે, ફિલ્મે તેના બીજા દિવસે રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સ ચેન (PVR, INOX અને Cinepolis)માંથી માત્ર રૂ. 32.40 કરોડની કમાણી કરી હતી.
હવે પઠાણના ત્રીજા દિવસના કલેકશન અંગે વાત કરીએ તે અહેવાલ અનુસાર, ફિલ્મ 34.50 કરોડની કમાણી કરી શકી છે. આ સાથે પઠાણના ત્રણ દિવસની કમાણીનો કુલ આંકડો 162 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે.
બોક્સ ઓફિસ વર્લ્ડ વાઇડ પ્રમાણે, પઠાણ વર્લ્ડ વાઇડ કલેક્શન (Pathaan world wide collection) 280થી 290 કરોડ સુધી કરી ચૂકી છે. આ સંદર્ભે પઠાણ વીકેંડમાં 400 કરોડનો આંકડો વટાવે તેવી શક્યતા સેવાઇ છે. આ તકે ફિલ્મની આટલી સફળતા જોઇને શાહરૂખ ખાને ટ્વીટ કર્યું કરી કહ્યું હતું કે, “મેં પરત ફરવા વિશે કંઈ વિચાર્યું નથી. મને લાગે છે કે જીવન એવું જ છે. તમે તમારા પુનરાગમનની યોજના નથી બનાવતા… તમે આગળ વધવાની યોજના ઘડી રહ્યા છો. રોકશો નહીં… તમે જે શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો”.