શાહરૂખ ખાન (Shahrukh khan) સ્ટારર ફિલ્મ ‘પઠાણ(Pathaan)’ 25 જાન્યુઆરીના રોજ મોટા પડદા પર રિલીઝ થઇ છે. આ સાથે લાંબા સમયથી રાહ જોનારા પ્રશંસકોની આતુરતાનો અંત આવ્યો છે. ‘પઠાણ’ સંબંધિત રિલીઝ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, પઠાણ ઓપનિંગ ડે (Pathaan opening day collection) માં 40થી 50 કરોડ રૂપિયાનો વેપાર કરશે. ત્યારે પઠાણએ સ્થાનિક સ્તર પર સાઉથ સૂપરહિટ ફિલ્મ KGF 2 અને બાહુબલી 2નો નો રેકોર્ડ તોડી બંપર કમાણી કરી છે.
યશરાજ ફિલ્મસ અનુસાર, પઠાણ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર 55 કરોડનો વેપાર કરી શકી છે. જે તેમના મતે તેમના મતે ‘હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ ઓપનિંગ ડે કલેક્શન’ છે. તે જ સમયે, ડબ કરેલા સંસ્કરણોથી બે કરોડ રૂપિયાની વધારાની આવક થઈ છે. આવામાં હવે વૈશ્વિક સ્તરે ફિલ્મ કેટલી કમાણી કરી શકી છે તે અંગે જાણીએ.
ફિલ્મના નિર્માતાઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં કુલ 106 કરોડ રૂપિયાનું કલેક્શન (Pathaan worldwide collection day 1) કર્યું છે. ઉલ્લેખનીય છે ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ હિન્દી સહિત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઇ હતી. ત્યારે શાહરૂખ ખાને પાંચ વર્ષ બાદ જોરદાર કમબેક કર્યું છે તેવી લોકોમાં ફિલ્મ જોયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: Pathaan: પઠાણમાં લોકોને શાહરૂખ ખાન-સલમાન ખાનની જોડી ખુબ પસંદ આવી, દર્શકોએ કહ્યું…’આંખો’…
આપને જણાવી દઇએ કે, પઠાણ 25 જાન્યુઆરીના રોજ 5,000થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઇ હતી. યશ રાજ ફિલ્મ્સે બુધવારે જણાવ્યું હતું કે ફિલ્મને તેના એડવાન્સ બુકિંગ માટે પ્રોત્સાહક પરિણામો મળ્યા બાદ તેણે દેશભરમાં મોડી રાત્રે 12.30 વાગ્યે વધુ એક શો ઉમેર્યો હતો. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, દર્શકોની સારી માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મને વધુ 300 થીયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
યશરાજ ફિલ્મ્સે વધુમાં કહ્ હતું કે, ‘પઠાણ’ એ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ‘ભારતમાં હિન્દી સિનેમામાં સૌથી વધુ ઓપનિંગ ડે’ અને ‘હાઈસ્ટ ઓપનિંગ ડે ગ્રોસિંગ નોન-હોલિડે ફિલ્મ’નો સમાવેશ થાય છે.