શાહરૂખ ખાન (Shahrukh khan) સ્ટારર ફિલ્મ ‘પઠાણ(Pathaan)’ 25 જાન્યુઆરીના રોજ મોટા પડદા પર અવતરિત થઇ ગઇ છે. આ સાથે લાંબા સમયથી રાહ જોનારા પ્રશંસકોની આતુરતાનો અંત આવ્યો છે. ‘પઠાણ’ સંબંધિત રિલીઝ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, પઠાણ ઓપનિંગ ડે (Pathaan opening day collection) માં 40થી 50 કરોડ રૂપિયાનો વેપાર કરશે. આ ભવિષ્યવાણી ‘પઠાણ’ની એડવાન્સ બુકિંગના આધારે કરવામાં આવી હતી. પઠાણે એડવાન્સ બુકિંગ મામલે સાઉથ સૂપહિટ ફિલ્મ KGFનો રેકોર્ડ તોડી બંપર કમાણી કરી હતી. ત્યારે પઠાણ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેટલો વેપાર (Pathaan Box Office Collection) કરી શકી તેની વાત કરીએ.
‘પઠાણ’ની પ્રથમ દિવસ (Pathaan opening day) ની કમાણી અંગે વાત કરીએ તો ફિલ્મ વિવેચક રમેશ બાલાના મતે પઠાણે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 54 કરોડ રૂપિયાની બંપર કમાણી કરી ઇતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, જો પઠાણ સિંગલ સક્રિન પર આટલો જબરદસ્ત કમાલ બતાવી શકે છે તો આ આંકડો વધે તેવી સંભાવના છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા લિખિત અને આદિત્ય ચોપરાના યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘પઠાણ’એ પ્રથમ દિવસે કમાણીના મામલે kGF અને Baahubali 2નો રેકોર્ડ તોડ્યો છે.
કેજીએફ 2એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 43 કરોડનો વેપાર કર્યો હતો. જ્યારે બાહુબલી 2 હિંદીએ ઓપનિંગ ડેમાં 38 કરોડની કમાણી કરી હતી. આ પછી હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ ‘વોર’એ પ્રથમ દિવસે 30 કરોડ ઘરભેગા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પઠાણની રિલીઝ પહેલા 32 કરોડ રૂપિયાની ટિકિટો વેચાય હતી. આજે સવારથી સિનેમાઘરો ફૂલ છે અને લોકો આ ફિલ્મ જોયા બાદ ખુશ થઇ વખાણ કરી રહ્યા છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શ સહિત ઘણા ફિલ્મ વિવેચકોએ પઠાણને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. આવતીકાલે 26 જાન્યુઆરીની રજા અને પછી આવતા વીકેન્ડમાં ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. એવી આશા છે કે ફિલ્મ વીકએન્ડ સુધીમાં 200 કરોડનો વેપાર કરી તેવું ચિત્ર સ્પષ્ટ છે.
‘પઠાણ’ ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.