આજે (26 જાન્યુઆરી) સમગ્ર ભારત 74મો ગણતંત્ર દિવસ (74th Republic day) ની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગ નિમિત્તે પદ્મ પુરસ્કાર (Padma shri award 2023) વિજેતાઓની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં 9 હસ્તીઓને પદ્મ ભૂષણ તેમજ અન્ય 91 વ્યક્તિઓને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરી સમ્માન કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન (Raveena tondon) અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ જીતનાર ગીત નાટૂ-નાટૂ (Nattu Nattu song) ના સર્જક એમએમ કીરવા (MM Keervani) નું નામ સામેલ છે. આ મહાન કલાકારોને સાહિત્ય ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનને પદ્મ વિભૂષણ (Padma Vibhushan award 2023) થી નવાજવામાં આવ્યા છે. તો દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત ગાયિકા વાણી જયરામને પદ્મ ભૂષણનું સન્માન મળ્યું છે.
સરકારે આ તમામ પુરસ્કારો માટે 106 લોકોને પસંદ કર્યા હતા, જેમાંથી 6ને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં. સાથે જ 91 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. આપને જણાવી દઇએ કે આ યાદીમાં 19 મહિલાઓ છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને 90ના દાયકામાં પોતાની અદ્ભૂત એક્ટિંગ અને ગ્લેમરથી સિનેમા જગતમાં તહેલકો મચાવી દીધો હતો. રવીનાએ વર્ષ 1991માં 17 વર્ષની ઉંમરે ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી પોતાની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. રવીના ટંડને મોટા પડદાથી લઈને નાના પડદા સુધી પોતાના અભિનયની એક અલગ જ છાપ છોડી છે.
જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઝાકિર હુસૈનને પદ્મ એવોર્ડ મળશે. આ પહેલા પણ તેમને વર્ષ 1998માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણ મળ્યો હતો. ઝાકિર હુસૈન એક જાણીતા તબલાવાદક અને સંગીતકાર છે.
રવીના ટંડન, ઝાકિર હુસૈન અને એમએમ કીરાવાણી ઉપરાંત ગાયિકા વાણી જયરામ અને સુમન કલ્યાણપુરના નામ પણ સામેલ છે જેમને પદ્મ સન્માન મળશે. તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. બીજી તરફ સંગીત કલાકાર ઉષા બરલે, ગઝલ ગાયક અહમદ હુસૈન અને મોહમ્મદ હુસૈનને પદ્મશ્રીથી નવાજવામાં આવશે.