Padma Awards 2023: 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરુસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 106 લોકોની આ એવોર્ડ્સ માટે પસંદગી કરી છે. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનોબિસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. ડો. દિલીપ એ જ વ્યક્તિ છે જેમણે ORSના ફોર્મ્યુલાની શોધ કરી હતી. ઓક્ટોબર 2022માં તેમનું નિધન થયું હતું.
આ સિવાય સમાજવાદી પાર્ટીના નેતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, બાલકૃષ્ણ દોષી, તબલાવાદક ઝાકિર હુસૈન, શ્રીનિવાસ વર્ધન અને એસએમ ક્રિષ્નાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મહાલનોબિસ 1971ના બાંગ્લાદેશ યુદ્ધના શરણાર્થીઓના કેમ્પોમાં સેવા કરવા માટે અમેરિકાથી પરત ફર્યા અને દુનિયાભરમાં ઓઆરએસના ઉપયોગને વધાર્યું હતું, જેનાથઈ પાંચ કરોડથી વધારે લોકોના જીવ બચી શક્યા હતા.
9 હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે
જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલા અને સુધા મૂર્તિ સહિત એસએલ ભયરપ્પા, દીપક ઘાર, વાણી જયરામ, સ્વામી ચિન્ના જીયર, સુમન કલ્યાણપુર, કપિલ કપૂર અને કમલેશ ડી પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
દિવંગત બિઝનેસમેન રાકેશ ઝૂનઝુનવાલાને મરણોપરાંત પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવશે. આ સિવાય RRR ફિલ્મના સંગીતકાર એમ એમ કિરવાણી અને અભિનેત્રી રવિના ટંડનને પદ્મ શ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો – રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ કહ્યું- વિકાસ અને પર્યાવરણમાં સંતુલન જરૂરી, પ્રાચીન પરંપરાઓને નવી રીતથી જોવી જરૂરી
ગુજરાતના 7 લોકોને પદ્મ શ્રી એવોર્ડ
સાત ગુજરાતીઓને પદ્મ શ્રીથી સન્માનિત કરાશે. જેમાં હેમંત ચૌહાણ , ભાનુભાઇ ચૈતારા, મહિપત કવિ , અરિઝ ખંભાતા , હીરાબાઈ લોબી ડો. મહેન્દ્ર પાલ , પરેશભાઈ રાઠવાનો સમાવેશ થાય છે.