નવાઝુદ્દીન સિદ્દીકી પર વઘુ એક આફત, બંગાળી સમુદાયે નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી વિરૂદ્ધ બંગાળી સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
April 27, 2023 12:13 IST
નવાઝુદ્દીન સિદ્દીકી પર વઘુ એક આફત, બંગાળી સમુદાયે નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ઘણા સમયથી પોતાના અંગત જીવનને કારણે સતત સમાચારમાં રહે છે. અભિનેતાની પત્નીએ તેના વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવતા કેસ કર્યો છે. આવામાં નવાઝુદ્દીન સિદ્દીકી પર વધુ એક આફત આવી પડી છે. તેઓ વધુ એક મુશ્કેલીમાં સપડાયા છે. નવાઝુદ્દીન સિદ્દીકી વિરૂદ્ધ બંગાળી સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

સમગ્ર મામલો સોફ્ટ ડ્રિંક સ્પ્રાઇટની જાહેરાત સાથે સંકળાયેલો છે. જે મૂળરૂપે હિંદી ભાષામાં હતી, પરંતુ આ જાહેરાતના બંગાળી વર્ઝન માટે કોલકાતાના એક વકીલે આપત્તિ વ્યક્ત કરી છે. તેમને આ સોફ્ટ ડ્રિંકની એક લાઇન સામે સમસ્યા છે. વાસ્તવમાં આ જાહેરાત એક અભિયાનનો હિસ્સો છે. જેમાં નવાઝ એક જોક પર હંસે છે. આ સંદર્ભે કોલકાતાના વકીલ દિબયાન બનર્જીએ કોકા-કોલા અને નવાઝુદ્દીન સિદ્ધીકી સામે ફરિયાદ નોંધવી છે.

વકીલ દિબયાન બનર્જીના મતે, કોકા-કોલાની સોફ્ટ ડ્રિંક સ્પ્રાઇટની મેઇન જાહેરાત હિંદીમા હતી.જો કે તેની સામે તેને કોઇ સમસ્યા નથી, પણ તેમને અલગ-અલગ ટીવી ચેનલો અને વેબસાઇટમાં પ્રસારિત થનારી આ જાહેરાતની બંગાળી ડબિંગ સામે સમસ્યા છે. આ જાહેરાતમાં નવાઝુદ્દીન એક જોક્સ પર હંસી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શોજા અંગુલે ઘી ન ઉઠલે, બંગાળી ખલી પેટે ધૂમિયે પોરે. આનો અર્થ એવો થાય છે કે, જો સીધી આંગળીએથી ધી ન નીકળે તો બંગાળી ભૂખ્યા જ સુઇ જાય છે. આવી સ્થિતિમાં વકીલે પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, આનાથી બંગાળી સમુદાયના લોકોની ભાવનને ઠેસ પહોંચી છે. ત્યારે અમે ઇચ્છીએ છીએ કે, ભવિષ્યમાં આ પ્રકારની હરકત અને નોટંકીને પ્રોત્સાહન ન આપવું જોઇએ.

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ પૈકી એક ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા ચમકશે

આ માટે હવે કંપનીએ બંગાળી સમુદાયની માફી માંગવી જોઇએ. આ સાથે જાહેરાતના બંગાળી વર્ઝનને હવે હટાવી દેવું જોઇએ. સ્પ્રાઇટ ઇન્ડિયા તરફથી એક નોટ જારી કરવામાં આવી છે. જેમાં એવો ઉલ્લેખ છે કે, કોલ ડ્રિંક માટે હાલિયા જાહેરાતના અભિયાન પર અમને ખેદ છે, કંપની બંગાળી ભાષાનું સંપૂર્ણપણે સમ્માન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ