ઓસ્કર 2023માં ભારતીયોનો દબદબો જોવા મળ્યો હતો. ગઇકાલે 13 માર્ચના રોજ અમેરિકાના લોસ એન્જેસલમાં ઓસ્કર 2023 સમારોહ યોજાયો હતો. ઓસ્કર એ કલા જગતનું સૌથી સર્વોચ્ચ સન્માન છે. ત્યારે ભારતે આ વર્ષે બે ઓસ્કર એવોર્ડ પોતાના નામે કર્યા છે. આ વર્ષે ઓસ્કરમાં ભારતની ત્રણ ફિલ્મો વિવિધ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરાઇ હતી. જે પૈકી એસએસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું નાટુ-નાટુ ગીત અને ધ એલિફન્ટ વિસ્પર્સને બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ખાસ વાત એ પણ છે કે, આ વર્ષે દીપિકા પાદુકોણને ઓસ્કર પ્રેઝેટર તરીકે અવસર આપવામાં આવ્યો હતો. આ તકે સોશિયલ મીડિયા પર આ એવોર્ડના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બોલીવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે.
RRR ફિલ્મના નાટુ નાટુ સોન્ગે ઓસ્કર 2023માં બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો અવોર્ડ જીત્યો. આ તકે દીપિકા પાદુકોણ પોતાની આંખોમાંથી આસુ વહેવા લાગ્યા હતા. 95મા એકેડેમી એવોર્ડ્સમાં નાટુ નાટુ પર પરફોર્મન્સ રજૂ કરનાર એક્ટ્રેસ અન્ય ઉપસ્થિત લોકો સાથે ઓડિયન્સ બેઠી હતી અને જ્યારે એમએમ કીરાવાણી સ્ટેજ પર આવ્યા અને એવોર્ડ સ્વીકાર્યો ત્યારે દીપિકાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. ઈમોશનલ દીપિકાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
નાટુ નાટુને પ્રેઝન્ટ કરતી વખતે, દીપિકાએ કહ્યું, “એક આકર્ષક કોરસ, ઇલેક્ટ્રિફાઇંગ બીટ્સ અને કિલર ડાન્સ મૂવ્સે આ સોન્ગને ગ્લોબલ સેન્સેશન બનાવ્યું છે. તે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ, અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ વચ્ચેની મિત્રતા વિશેની ફિલ્મ RRR માં એક મુખ્ય દ્રશ્ય દરમિયાન જોવા મળે છે. આ સોન્ગને યુટ્યુબ અને ટિકટોક પર લાખો વ્યુઝ મળ્યા છે, તેની તાલ પર દુનિયાભરના મૂવી થિયેટરોમાં પ્રેક્ષકો નાચ્યા છે, અને ઓસ્કાર માટે નોમિનેટ થનારું ભારતીય પ્રોડક્શનનું પહેલુ સોન્ગ પણ છે.”
રાજામૌલીએ કહ્યુ કે , આ ગીત યુક્રેન પ્રેસિડ્ન્ટ પેલેસના રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યુ છે. તેમને એટલા માટે પરમિશન મળી હતી કેમ કે Zelensky ખુદ એક્ટર છે. રાજામૌલીએ આ વિશે જણાવ્યું હતું કે નાટુ નાટુ ગીત યુક્રેનમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે. આ યુક્રેન પ્રેસિડેન્ટ પેલેસ પાછળ પાર્લામેન્ટ છે. અમારા નસીબ કે અમને પરમિશન મળી. પરંતુ તેની પાછળનુ કારણ છે યુક્રેનના રાષ્ટ્રપતિ પોતે ખૂદ એક્ટર છે. મજાની વાત એ છે કે તેમણે એક ટીવી સિરિયલમાં પ્રઘાનમંત્રીનો રોલ કર્યો હતો અને એ પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા.