ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર અને નિર્માતા સતીશ કૌશિક 9 માર્ચના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન પામ્યાં છે. હવે આ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. સતીશ કૌશિક પહેલા માળે તેમના રૂમમાં હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. જેને પગલે તે જાતે પહેલા માળેથી નીતે આવીને પોતાની પોર્ચે કારમાં બેસી ગયા હતા. ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરતા આ ખુલાસો થયો છે. કાપાસહેડા પોલીસ સ્ટેશને ફાર્મ હાઉસમાંથી સીસીટીવી કેમેરાના ડીવીઆર કબજે કર્યા છે. આ ઉપરાંત આ મામલાની તપાસ માટે એક ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે રવિવારે ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સતીશ કૌશિકે એક દિવસ પહેલાં જ હોળી મનાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર સતીશ કૌશિકે હોળી પાર્ટીમાં લગભગ સતત અડધો કલાક સુધી ડાન્સ કર્યો હતો. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોળી પાર્ટીમાં 20થી 22 લોકો સામેલ થયા હતા. ત્રણ વાગ્યે પાર્ટી પૂરી થઈ ગઈ. સાંજે પાંચ વાગ્યા સુધીમાં બધા ફાર્મહાઉસથી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. સતીશ કૌશિકને બપોરે 12.10 વાગ્યે છાતીમાં દુખાવો થયો હતો. આ પછી તેમણે તેના મેનેજરને જાણ કરી. મેનેજરની મદદથી પોતે સીડી પરથી ઉતરીને નીચે આવ્યા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અભિનેતા જ્યાં રોકાયા હતા તે રૂમમાંથી ડાયઝિન અને પેટ સફાની બોટલ મળી આવી હતી. આ પછી તેમના બ્લડપ્રેશર અને શુગરની દવાઓ મળી આવી છે. જોકે, આ દવાઓ તેના મેનેજર પાસે રહેતી હતી અને તે ત્યાં જ દવાઓ આપતો હતો. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે અભિનેતા સતીશ કૌશિક ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મની ડીલ માટે તે વિકાસ માલુ સાથે વાત કરવા ફાર્મ હાઉસ ગયા હતા.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે,અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ અંગે સવાલ ઉઠાવનાર મહિલા સાન્વી માલુનું નિવેદન નોંધશે. સાન્વીએ વિકાસ અને તેના મિત્રો પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાન્વીએ આરોપ લગાવ્યો કે સતીશ કૌશિક અને વિકાસ વચ્ચે 15 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનને લઈને વિવાદ થયો હતો. નોટિસ આપ્યા બાદ પોલીસ ટૂંક સમયમાં જ સાન્વીને બોલાવશે. આ સિવાય પોલીસ પુષ્પાંજલિ માલુ ફાર્મ હાઉસના માલિક વિકાસ માલુની પૂછપરછ કરશે. પોલીસ તેને પણ નોટિસ આપશે.
દિલ્હી પોલીસે અભિનેતા સતીશ કૌશિક કેસમાં જોરશોરથી તપાસ શરૂ કરી છે. ગંભીર આરોપ લગાવ્યા બાદ વિકાસ માલુએ મૌન તોડ્યું છે. વિકાસે ઈન્સ્ટાગ્રામ પર હોળીનો વીડિયો પોસ્ટ કરીને પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિકાસ માલુએ ખુલાસો કર્યો છે કે મારા અને સતીશ વચ્ચે 30 વર્ષથી પારિવારિક સંબંધો છે અને લોકોને મારું નામ બદનામ કરવામાં થોડી જ મિનિટો લાગી હતી.
હું દરેક ઉજવણીમાં સતીશ કૌશિકને મિસ કરીશ. વિકાસે કહ્યું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમણે લગભગ 12:20 વાગ્યે તેના મેનેજર સંતોષને ફોન કર્યો અને હોસ્પિટલ જવા નીકળ્યા, પરંતુ હોસ્પિટલના ગેટ સુધી પહોંચી શક્યા નહીં. અમે બંનેએ લગભગ 9:15 વાગ્યે રાત્રિભોજન કર્યું અને સૂઈ ગયા હતા. ત્યાં સુધી તે સાવ નોર્મલ હતા.
વિકાસ માલુની બીજી પત્ની સાનવીએ ફરિયાદમાં સતીશ કૌશિક અને વિકાસની તસવીર શેર કરવાનું કહ્યું છે. મહિલાનો આરોપ છે કે, દુબઈની પાર્ટીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો પુત્ર હાજર હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાનવી અને વિકાસ વચ્ચે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ પણ બદલાની ભાવનાથી તપાસ કરી રહી છે.
મહત્વનું છે કે, ગુરૂગ્રામના જે ફાર્મહાઉસમાં સતીશ કૌશિક રોકાયા હતા તે ફાર્મના માલિક વિકાસ માલુની પત્નીએ પોતાના પતિ અને સહયોગીઓ પર એક્ટરની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને આ મામલે પત્ર લખીને મામલાની તપાસની માંગ હતી.
આ પણ વાંચો: પીઢ અભિનેતા સતીશ કૌશિકના છેલ્લા શબ્દો…’મારે જીવવું છે’, મેનેજર સંતોષનો મોટો ઘટસ્ફોટ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્ટીમાં 20થી 22 મહેમાનો હતા. પોલીસે તમામ મહેમાનોની પૂછપરછ કરી છે. પાર્ટીમાં શું થયું તે દરેકને પૂછવામાં આવ્યું છે. જો કે, કોઈપણ મહેમાનોની પૂછપરછમાં પ્રશ્નો ઉભા થયા નથી. તેમજ કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી.