scorecardresearch

પીઢ અભિનેતા સતીશ કૌશિકના છેલ્લા શબ્દો…’મારે જીવવું છે’, મેનેજર સંતોષનો મોટો ઘટસ્ફોટ

Satish Kaushik: ઇ ટાઇમ્સ સાથે વાતચીત કરતા મેનેજર સંતોષ રાયે ખુલાસો કર્યો કે, સતીશ કૌશિકે લગભગ 12:50 આસપાસ લગભગ જોરથી મારું નામ લેવાનું શરૂ કર્યું.

સતીશ કૌશિક
સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં નવો વળાંક

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર અને નિર્માતા સતીશ કૌશિક 9 માર્ચના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન પામ્યાં છે. હવે અભિનેતાના મોતનો એક નવો એંગલ સામે આવ્યો છે. જેણે બઘાને દંગ કરી દીધા છે. એક અહેવાલ અનુસાર, ગુરૂગ્રામના જે ફાર્મહાઉસમાં સતીશ કૌશિક રોકાયા હતા તે ફાર્મના માલિક વિકાસ માલુની પત્નીએ પોતાના પતિ અને સહયોગીઓ પર એક્ટરની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને આ મામલે પત્ર લખીને મામલાની તપાસની માંગ કરી છે

આ અંગે વિકાશની પ્રતિક્રિયા સામે આવી છે. આ વચ્ચે સતીશ કૌશિકના મેનેજર સંતોષ રાયે અભિનેતાની અંતિમ ક્ષણો વિશે ખુલ્લીને વાત કરી છે. સંતોષે અભિનેતાના છેલ્લા શબ્દો,તેની પત્ની અને પુત્રીને લઇને તેણે શું કહ્યું હતુ તેમજ સતીશને દિલ સંબંઘિત કોઇ પણ બીમારી ન હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

ઇ ટાઇમ્સ સાથે વાતચીત કરતા મેનેજર સંતોષ રાયે ખુલાસો કર્યો કે, સતીશ કૌશિકે લગભગ 8.30 કલાકે ડિનર ખતમ કર્યું હતુ. 9 માર્ચ 2023ના સવારે 8:50 કલાકે તેમની મુંબઇ માટે ફ્લાઇટ હતી એટલે તેઓ સુવા માટે તેના રૂમમાં ગયા. આ પછી તેમણે લગભગ 12:50 આસપાસ લગભગ જોરથી મારું નામ લેવાનું શરૂ કર્યું. તેથી હું દોડીને તેમની પાસે ગયો અને પૂછ્યું કે શું થયું? કેમ ચિસ્સ પાડો છો? અને તમે મને ફોન કેમ ન કર્યો.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ ‘સિટાડેલ’ વેબ સીરિઝમાં કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી, કહ્યું… ‘પહેલીવાર સમાન વેતન મળ્યું’

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સાંભળ મને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. પ્લીઝ મને ડોક્ટર પાસે લઇ જા,થ હું અને તેઓ તુરંતજ ડોક્ટર પાસે જવા નીકળી ગયા. ત્યાં રસ્તામાં તેમને વધુ પીડા થવા લાગી અને તેમણે મને કાર જલ્દી ચલાવવા માટે કહ્યું.

સંતોષ રાયે વધુમાં જણાવ્યું કે, તેમણે મારા પર ખભા પર તેનું માથુ રાખ્યું અને કહ્યું કે હું મરવા માગતો નથી મને બચાવી લે. હું વંશિકા (પુત્રી) માટે જીવવા માંગુ છું. મને લાગે છે કે હું જીવતો નહી રહું. શશિ અને વંશિકાનું ધ્યાન રાખજે. અમે લગભગ 8 મિનિટમાં ફોર્ટિસ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેઓનું નિધન થયું.

આ પણ વાંચો: માધુરી દીક્ષિતની માતાએ 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, 3 વાગ્યે અંતિમ સંસ્કાર

આ સાથે સંતોષે જણાવ્યું કે, સતીશજી હંમેશા મને કહેતા હતા કે જો મને કંઇપણ થાય અથવા કંઇ જરૂર પડે તો સૌથી પહેલા તું અનુપમજી અને અનિલ કપૂરને ફોન કરજે. સંતોષે જણાવ્યું કે તેણે સતીશ કૌશિકના ભાઈઓના બાળકોને બોલાવીને બધું કહ્યું. તેણે આ વાત સતીશજીની પત્નીને પણ કહી હતી.

Web Title: Satish kaushik death case mystery manager santosh latest update

Best of Express