મનોરંજનની દુનિયાના સૌથી શ્રેષ્ઠ એવોર્ડ તરીકે ગણાતા ઓસ્કર 2023નો સમારોહ આજે 13 માર્ચના રોજ અમેરિકાના લોસ એન્જેસલમાં યોજાયો છે. આ વર્ષે ઓસ્કરમાં ભારતની ત્રણ ફિલ્મો વિવિધ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરાઇ હતી. ત્યારે ભારતે આ વર્ષે બે ઓસ્કર એવોર્ડ પોતાના નામે કર્યા છે. ઓસ્કર એ કલા જગતનું સૌથી સર્વોચ્ચ સન્માન છે. 95માં એકેડેમી એવોર્ડના અવસર પર અમે તમને આ એવોર્ડ સાથે સંકળાયેલા રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ.
આ વર્ષે એસએસએસ રાજામૌલીની RRRનું નાટુ-નાટુ ગીત ઓરિજિનલ કેટેગરીમાં, ફિલ્મ ઓલ ધેટ બ્રીથ જેનું બેસ્ટ ડોક્યુમેન્ટ્રીમાં નોમિનેશન થયું હતું. જ્યારે ત્રીજી ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર્સનું બેસ્ટ શોર્ટ ફિલ્મમાં નોમિનેશન થયું હતું. અહીંયા ખાસ વાત છે કે, ધ એલિફન્ટ વિસ્પર્સે ભારતનો પ્રથમ ઓસ્કર જીતીને ઇતિહાસ રચ્યો છે. અહીંયા મહત્વની વાત એ પણ છે કે, આ વર્ષે દીપિકા પાદુકોણને ઓસ્કર પ્રેઝેટર તરીકે અવસર આપવામાં આવ્યો છે. ત્યારે તે ત્રીજી ભારતીય એક્ટ્રેસ છે જેને ઓસ્કરમાં પ્રેઝેન્ટરના રૂપમાં પસંદ કરાઇ છે.
સૌપ્રથમ આ એવોર્ડની કલ્પના મૂળરૂપે એમજીએમ સ્ટુડિયોના ડાયરેક્ટર લુઇસ.બી.મેયર અને તેના ત્રણ ગેસ્ટ કોનરેડ નાગેલ, ડાયરેક્ટર ફ્રેડ નિબલો અને નિર્માતા ફીડ બીટસોનને ફિલ્મ ઉધોગને લાભ મળે તે માટે એક સંગઠનની રચનાનો વિચાર આવ્યો હતો. ઓસ્કરનું પહેલા ‘એકેડમી એવોર્ડ’ નામ હતું. આ પછી 11મે 1927ના રોજ બિલ્ટ મોર હોટેલમાં એકેડેમીને એનજીઓ તરીકે પરવાનગી આપવામાં આવી હતી.

સંગઠમાં શરૂઆતમાં એક્ટર, ડાયરેક્ટર, રાઇટર અને ટેક્નીશિયન્સની એક શાખા બનાવાય. એકેડમી બન્યા પછી સૌપ્રથમ એકડમી એવોર્ડ સેરેમની હોલિવૂડ રૂઝવેલ્ટૂ હોટેલમાં યોજાઇ. આ એવોર્ડને એમજીએમ સ્ટુડિયોના ડાયરેક્ટર કેડ્રિક ગિબોન્સે બનાવ્યો હતો. આ એવોર્ડને એક્ટર અમિલિો ફર્નાંન્ડીસની નેક્ડ ફોટોથી ઇન્સપાયર થઇને બનાવવામાં આવ્યો છે. જેને લોસ એન્જિલસના શિલ્પકાર જોર્જ સ્ટેનલેએ બનાવ્યું હતું.
તમને જાણીને નવાઇ લાગશે કે, ઓસ્કરમાં ઇનામી રકમ તરીકે રોકડ રકમ આપવામાં આવતી નથી. આ સમારોહરમાં માત્ર ટ્રોફી જ આપવામાં આવે છે. જો કે એવોર્ડ જીતનાર કલાકારની માર્કેટ વેલ્યૂ ત્રણગણી વધી જાય છે.
હવે વાત કરીએ ઓસ્કર એવોર્ડની તો આ એવોર્ડ કાંસ્યનો બનેલો હોય છે અને તેના ઉપર 24 કેરેટ સોનાનું પરત ચડાવેલી હોય છે. આ એવોર્ડ 13.5 ઇંચ લાંબો હોય અને વજન 450 ગ્રામ હોય છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે એક ઓસ્કર એવોર્ડ બનાવવા પાછળ 1,000 ડોલર એટલે કે લગભગ 82 હજાર રૂપિયા ખર્ચ થાય છે. તેમજ 50 ઓસ્કર એવોર્ડ બનાવવા માટે આશરે 1 મહિના જેટલો સમય લાગે છે. મહત્વનું છે કે, ઓસ્કર વિજેતા તેની ટ્રોફીને વેચી શકતો નથી. જો કે તે ખરેખર ટ્રોફીને વેચવા માંગે છે તો તે એકેડેમીને વેચી શકે છે. જેની કિંમત 1 ડોલર નક્કી કરવામાં આવી છે.
મહત્વની વાત છે કે, જો તમે ઓસ્કર એવોર્ડ નથી જીતી શક્યા તો પણ તમે ખાલી હાથે ઘરે નહીં જાવ. પ્રાઇમ કેટેગરીમાં નોમિનેશન મેળવનાર ઉમેદવારોને ઓસ્કાર દ્વારા ગિફ્ટ બેગ આપવામાં આવે છે. આ કોઈ સામાન્ય બેગ નથી હોતી. નવાઈની વાત એ છે કે ઓસ્કારના આયોજકને આ બેગ માટે એક રૂપિયો પણ ખર્ચવો પડતો નથી. ઓસ્કાર ગિફ્ટ બેગનું વિતરણ લોસ એન્જલસ સ્થિત માર્કેટિંગ કંપની ડિસ્ટિકટીવ એસેટ દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ બેગમાં શું હોય છે અને શા માટે વહેંચવામાં આવે છે.
દર વર્ષે, ઓસ્કારમાં નોમિનેશન મેળવનાર ઉમેદવારોને ગિફ્ટ બેગ આપવામાં આવે છે. તેની શરૂઆત 2002થી થઈ હતી. આ ગિફ્ટ બેગમાં 60 પ્રકારની વસ્તુઓ છે. જેમાં બ્યુટી પ્રોડક્ટ્સ, લક્ઝરી લાઈફસ્ટાઈલ આઈટમ્સ અને લક્ઝરી વેકેશન પાસ ઉપલબ્ધ છે. લક્ઝરી વેકેશન પાસ દ્વારા 8 લોકોને ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ અને ઇટાલિયન લાઇટ હાઉસમાં રહેવાની તક મળે છે.
આ ગિફ્ટ બેગમાં 50 ટકા સુધીની પ્રોડક્ટ્સ એવી કંપનીઓની છે જેના માલિકો કાં તો મહિલાઓ છે અથવા તો લઘુમતી સમુદાયની છે. આ સિવાય દિગ્ગજ કંપની મિયાજની સ્કિનકેર પ્રોડક્ટ્સ, PETA તરફથી ટ્રાવેલ પિલો સહિત ઘણી વસ્તુઓ છે. આ ઉપરાંત ફૂડ કંપની ક્લિફ થિન્સ અને જાપાનીઝ કંપની તરફથી જાપાનીઝ મિલ્ક બ્રેડની ભેટ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ઓસ્કર 2023માં દીપિકા પાદુકોણની બોલબાલા, બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં અભિનેત્રી છવાઇ
આ સાથે તેમાં અનેક પ્રકારની ઑફર્સ, બુક્સ, સ્કાર્ફ અને પરફ્યુમ સામેલ છે. આ સિવાય જે લોકોને ઓસ્કાર વીકમાં મળે છે તેમને લોસ એન્જલસની લક્સ બુલેવાર્ડ હોટેલમાં ગિફ્ટિંગ સ્યુટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. અહીં અનેક વિશ્વ વિખ્યાત બ્રાન્ડ્સ તેમનું સ્વાગત કરશે અને તેમની પ્રોડક્ટ્સ ગિફ્ટ કરશે.