તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી પલક તિવારીએ ટેલિવિઝનમાં કારકિર્દી ન બનાવવા અંગે ઘટસ્ફોટ કર્યો છે. પલક તિવારીની માતા ટેલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. જેને પગલે પલક તિવારીનું માનવું છે કે, ટેલિવિઝન ઉધોગમાં કારકિર્દી બનાવવી તેના માટે સરળ હોત, પરંતુ તેણે તેના બદલે ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું.
એક ઈન્ટરવ્યુમાં પલક તિવારીએ કહ્યું કે, “મને ખબર હતી કે હું ફિલ્મો કરવા માંગુ છું. મને લાગે છે કે મારી માતાએ આટલા વર્ષો સુધી ટીવીમાં કામ કર્યું અને તેણે બધું જ સારી રીતે મેનેજ કર્યું છે અને મારા માટે કંઈ કરવાનું બાકી નથી. તેમજ અમારી સરખામણી થશે, પણ મને લાગે છે કે મને ટીવીમાં કદી તક મળી નથી.
વર્ષ 1999માં અભિનયની શરૂઆત કરનારી શ્વેતા તિવારીએ લોકપ્રિય સોપ ઓપેરા ‘કસૌટી જીંદગી કે’માં પ્રેરણાના પાત્ર માટે વ્યાપક ઓળખ મેળવી હતી.
પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મમાં કામ કરવાના અવસરને લઇને જણાવ્યું હતું કે,તે નસીબદાર રહી. જો કે તેણે ક્યારેય સલમાન ખાનની ફિલ્મમમાં કામ કરવાની તક મળશે તેવી આશા ન હતી. મહત્વનું છે કે, પલક તિવારી ખુબ જ હોટ ફિગર ધરાવે છે અને તે તેની સ્ટાઇલિશ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પલક તિવારી અવારનવાર તેની હોટ તસવરો શેર કરીને પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે.