બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopara) પોતાની શાનદાર એક્ટિંગના કારણે લાખો લોકોના દિલોમાં સ્થાન ધરાવે છે. ત્યારે આજે અભિનેત્રી પરિચયને મોહતાજ નથી. પરિણીતી ચોપરાને લઇને તાજેતરમાં ચર્ચા છે કે તે આપના સાંસદ રાધવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે.
આ બંને તાજેતરમાં એક રેસ્ટોરન્ટમાં સાથ જોવા મળ્યા હતા. તે વખતે તેમની વચ્ચે જોવા મળેલી તેમની આત્મિયતા પરથી આ ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાને કારણે વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ બંને વચ્ચે ખરેખર શું ખીચળી પાકી રહી છે. હાલ તો બંનેમાંથી કોઇએ તેમના રિલેશન અંગે ખુલ્લીને વાત કરી નથી પરંતુ સમય જતાં તથ્ય સામે આવી જ જશે. ત્યાં સુધી ધીરજ અને સંયમ રાખવું અનિવાર્ય છે.
મહત્વનું છે કે, 15 વર્ષ પહેલા પરિણિતી બ્રિટનની મેનચેસ્ટર સ્કૂલની વિદ્યાર્થિની હતી. જ્યારે રાઘવ ચડ્ઢા પણ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ લીધું છે . બંને અભ્યાસમાં હોંશિયાર હતા અને પોતાની ક્લાસના ટોપર પણ હતા. તેથી બંને વચ્ચે કદાચ એકબીજા સાથે સારા સંબંધ પણ હોઇ શકે એમ મનાય છે.
આ પણ વાંચો: સલમાન ખાનને મળેલી ધમકીને પગલે કોલકતામાં યોજાનાર શો હાલ મોકૂફ
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે લગ્ન કર્યાં છે. તે પછી આ બીજી અભિનેત્રીનું યુવા રાજકારણી સાથે ડેટિંગ ચાલતું હોવાનું ચર્ચાય છે. હાલ જાન્યુઆરી મહિનામાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું સમ્માન ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ કરવામાં આવ્યું હતું.