બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન (Salman Khan) પર ખત્તરાની તલવાર લટકી રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોએ જેલમાંથી એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતુ. જેમાં તેણે સલમાન ખાનને ફરી ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે અને કહ્યું કે સલમાનનું આ અભિમાન ચકનાચુર થઇ જશે. તેણે આપણા સમાજને નીચે પાડી દીધો છે. આપણા સમાજમાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓ વિશે ઘણી માન્યતા છે. સલમાન ખાનને આપેલી ધમકી બાદ તેનો કોલકત્તાનો શો પાછો ઠેલાયો છે. પોલીસે સલમાનને જાહેરમાં દેખા દેવાનું ઓછું કરવા આપેલી સૂચનાને પગલે આ શો ઠેલાયો હોવાનું મનાય છે.
જો કે શોના આયોજકોના દાવા અનુસાર શોમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ પણ સામેલ થવાની છે. પણ તેની તારીખોનો મેળ નહીં પડયો હોવાથી એપ્રિલને બદલે હવે જુનમાં આ શો યોજાશે તેવા સમાચાર છે.
તાજેતરમાં ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇઅને તેના સાગરિત ગોલ્ડી બરાડે સલમાન ખાનની હત્યા કરવાની ધમકી આપી હતી. તે પછી પોલીસે સલમાનને જાહેરમાં આવવાનું ઓછું કરવા સલાહ આપી છે. તેને બાન્દ્રા ખાતેના તેના નિવાસસ્થાને ચાહકોને ઝલક આપવા બહાર આવવાનું પણ ટાળવા જણાવાયું છે.
સલમાન પહેલા જાન્યુઆરીમાં કોલાકાતમાં પરફોર્મ કરવાનો હતો. પરંતુ આયોજન સ્થળ અને આયોજકો સાથે અમુક મુદ્દે વિવાદ થતાં છેલ્લી ઘડીએ આ શોને રદ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2022માં સલમાન ખાનને એક પત્રમાં ધમકી આપવામાં આવી હતી. આ પત્ર સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધુ મૂઝવાલા જેવી હશે. 2018માં પહેલીવાર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારથી સલમાન ખાન આ ગેંગના નિશાના પર છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીનો ખુલાસો! અનુષ્કા શર્માને ડેટિંગ પહેલા કર્યો હતો અજીબ મેસેજ
વાસ્તવમાં સલમાન ખાન 1998ના કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા છે. હવે લોરેન્સ બિશ્નોઈ અભિનેતા પાસેથી આ પીડિતાનો બદલો લેવા માંગે છે. લોરેન્સ બિશ્નોઈએ પોતે ખુલાસો કર્યો છે કે 2018માં તેણે સલમાનની હત્યાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું.