Parineeti Chopara and Raghav Chadha: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopara) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના નેતા રાઘવ ચઢ્ઢા ગુરૂવારે 23 માર્ચે એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. જેને પગલે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, આ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રોકાની તૈયારી કરી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંનેમાંથી કોઇએ હજુ તેમના સંબંધો પર સત્તાવાર મુહર લગાડી નથી. એક અહેવાલ અનુસાર બંનેના પરિવારોએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન અંગેની ચર્ચા શરૂ કરી દીધી છે. તેમજ પરણિતી ચોપરા અને રાધવ ચઢ્ઢા લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં એકસાથે અભ્યાસ કર્યો છે. ત્યારથી રાઘવ અને પરિણીતી ચોપરા એમ બંને એકબીજાને પસંદ કરતા છે. બંનેના નજીકના સૂત્રએ એક પોર્ટલને જણાવ્યું કે તેઓના પરિવારો એકબીજાને થોડા સમયથી ઓળખે છે અને ટૂંક સમયમાં કોઈ જાહેરાત પણ કરવામાં આવશે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ બંનેના પરિવાર તે વાત પર ચર્ચા કરી રહ્યા છે કે જલદી જ કોઈ ફંક્શન થશે. બંને સાથે હોવાથી તેમના પરિવાર પણ ખુશ છે. હાલ પરિણીતી અને રાઘવ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. તેથી ફંક્શનની તારીખ નક્કી કરવામાં અડચણ પડી રહી છે. આ ફંક્શનમાં પરિવારના નજીકના સભ્યો જ સામેલ થાય તેવી શક્યતા છે.
સૂત્રોના હવાલેથી અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે, “હા, પરિણીતી અને રાઘવ ડેટ કરી રહ્યા છે અને તેઓ સાથે ખુશ છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે પરંતુ થોડા સમય પહેલા જ બંનેની મિત્રતા પર પ્રેમનો રંગ ચઢ્યો હતો.” બંનેના ઘણાં શોખ મળતાં આવે છે પરંતુ તેમને જોડતી મુખ્ય બાબત એ છે કે, બંને જણાં જિંદગીને ખુલીને જીવવામાં માને છે.