બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચાર છેલ્લા લગભગ એક મહિનાથી હેડલાઇન્સમાં છે. ત્યારે આખરે બંનેએ 13 મેના સાંજે દિલ્હીમાં સગાઈ કરી લીધી. સગાઇ બાદ પરિણીતી ચોપરાએ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેમાં એક તસવીરમાં પરિણીતી અને રાઘવની સગાઇની રિંગ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ રિંગ જોતા એવું લાગી રહ્યુ છે કે તેની કિંમત લાખોમાં છે. શું તમે જાણો છો આ રિંગની કિંમત કેટલી છે?
પ્રાપ્ત વિગત અનુસાર, પરિણીતીએ રાઘવને લાખોની કિંમતની વીંટી પહેરાવી છે. પરિણીતીની વીંટી સોલિટેયર ડાયમંડથી શણગારેલી છે, જ્યારે રાઘવ ચઢ્ઢાની વીંટી બેન્ડ આકારિત છે અને એક નાનો હીરો ફિટ કરેલો છે. રિપોર્ટ્સ અનુસાર, રાઘવ ચઢ્ઢાની વીંટીની કિંમત 1 લાખ 5 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. રાઘવ ચઢ્ઢાની વીંટીની ડિઝાઇન અને કિંમત બંને ચાહકોને ખૂબ જ ઉત્તેજિત કરી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરાની એન્ગેજમેન્ટ રિંગની કિંમત 80 થી 90 લાખ રૂપિયા છે. જેને અભિનેત્રી લાંબા સમયથી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે જ્યારે પરિણીતી ચોપરા તેના મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ પછી મીડિયા સામે આવી ત્યારે તેના ચહેરા પરનું સ્મિત જણાવી રહ્યું હતું કે તે તેના સંબંધોથી કેટલી ખુશ છે. તમને જણાવી દઈએ કે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. સમાચાર મુજબ બંને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે હતા.
મળતી માહિતી અનુસાર પરિણીતી અને રાઘવની પહેલી મુલાકાત પંજાબમાં થઈ હતી. પરિણીતી ચોપરા એ વખતે પંજાબમાં શૂટિંગ કરી રહી હતી. જોકે, પરિણીતી અને રાઘવ ક્યારથી રિલેશનશીપમાં છે તેનો ચોક્કસ સમય જાણી શકાયો નથી પરંતુ એવું લાગે છે કે વાત લગ્ન સુધી પહોંચી છે એટલે તેઓ ઓછામાં ઓછા છ મહિનાથી તો સાથે હશે જ.