scorecardresearch

પરિણીતી ચોપરાના ચહેરા પર રાઘવ ચઢ્ઢાનું નામ સાંભળતા કંઇક આવા હતા હાવભાવ, લગ્નના સવાલ વિશે આપી પ્રતિક્રિયા

Parineeti Chopara and Raghav Chadha: પરિણીતી ચોપરા અને આપના નેતા રાધવ ચઢ્ઢા સાથે જોવા મળ્યા બાદ તેઓ એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે તેમના સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે.

parineeti chopara and raghav chadha
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા

Parineeti Chopara and Raghav Chadha: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopara) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના નેતા રાઘવ ચઢ્ઢા ગુરૂવારે 23 માર્ચે એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. જેને પગલે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ હતી.હાલમાં જ એક્ટ્રેસ પરિણીતી ચોપરા એરપોર્ટ પર જોવા મળી હતી. એ વખતે તેને રાઘવ ચઢ્ઢા અંગે સવાલ પૂછાતાં તેણે હસીને પ્રતિક્રિયા આપી હતી. હાલ તો પરિણીતીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી ત્યારે તેના ચહેરા પર અલગ જ પ્રકારની ખુશી છલકાઇ રહી હતી. મીડિયાના ફોટોગ્રાફર્સે તેને ટ્રેન્ડિંગ ગર્લ કહેતાં તે હસી પડી હતી. જે બાદ ફોટોગ્રાફર્સે પૂછ્યું કે, ‘મેડમ પેલા ન્યૂઝ સાચા છે?’ આ સાભંળતા જ પરિણીતીના ચહેરા પર શરમની લાલી આવી ગઈ હતી. તેણે કંઈ જવાબ ના આપ્યો એટલે ફરીથી ફોટોગ્રાફર્સે રાઘવ ચઢ્ઢા સાથે લગ્નના સમાચાર સાચા છે કે ખોટા તેમ આડકતરી રીતે પૂછ્યું હતું. જોકે, કંઈપણ બોલ્યા વિના પરિણીતી ખાલી હસતી રહી હતી અને તેનું આ સ્મિત ઘણું કહી જતું હતું. કારમાં બેસતી વખતે પરિણીતીએ ફોટોગ્રાફર્સને બાય કહેતા પોઝ આપ્યો હતો.

ફોટોગ્રાફર્સે બહુ આગ્રહ કહેતા બંનેએ થોડીક સેકંડો માટે સાથે પોઝ આપ્યો હતો. બસ ત્યારથી જ બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરવા લાગ્યા હતા કે આખરે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? મીડિયા રિપોર્ટ પ્રમાણે, પરિણીતી અને રાઘવ લાંબા સમયથી મિત્રો છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ડિવોર્સની ખબર પર પૂર્ણવિરામ લાગ્યુ, જુઓ વીડિયો

પરિણીતી અને રાઘવ પોતાના સંબંધ વિશે કંઈ ખુલીને બોલવા તૈયાર નથી એવામાં રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાએ બંનેને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આપના સાંસદે ટ્વિટર પર લખ્યું હતું, “રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હાર્દિક અભિનંદન. તમારા મિલનને અઢળક પ્રેમ, ખુશી અને સાથ મળે. શુભકામનાઓ.” આ ટ્વિટ બાદ બંનેના અફેર અને લગ્નની ચર્ચાને વેગ મળ્યો હતો.

Web Title: Parineeti chopara and raghav chadha wedding dating releationship news

Best of Express