બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ સગાઇ કરી હતી. પંજાબના કપૂરથલામાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં પરિણીતી અને રાઘવે એકબીજા સાથે રિંગ એક્સચેન્જ કરી હતી. આ ખાસ દિવસે એક્ટ્રેસે પોપ્યુલર સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો તો રાઘવે તેના કાકા પવન સચદેવે ડિઝાઈન કરેલો કૂર્તો પહેર્યો હતો. સગાઈ બાદ તરત જ બંનેએ કેટલીક ડ્રીમી તસવીરો શેર કરી હતી. હવે એક્ટ્રેસે વધુ કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે લવ સ્ટોરી પણ જણાવી છે.
પરિણિતી ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ શેર કરી છે, તેની પહેલી તસવીરમાં તે અને રાઘવ પર્ફોર્મન્સ એન્જોય કરી રહી છે, તેમના ચહેરા પર સુંદર સ્માઈલ છે તો બેકગ્રાઉન્ડમાં એક્ટ્રેસના મમ્મી ઈમોશનલ થઈ રહ્યા છે અને વાઈપ્સથી આંસુ લૂંછી રહ્યા છે.
બીજી તસવીરમાં પરિણીતી રાઘવ અને તેના બે ભાઈ સાથે જોવા મળી રહી છે. ત્રીજી તસવીરમાં પરિણીતી તેના સાસુને કિસ કરી રહી છે. તે બાદની તસવીરમાં પરિવારના સભ્યોને કપલ સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
એક તસવીરમાં પ્રિયંકા ચોપરા રાઘવના કપાળ પર કંકુનો તિલક કરી રહી છે. ત્યારબાદની જે તસવીર છે તે ખૂબ જ સુંદર છે, જેમાં પરિણીતીની આંખમાં ખુશીના આંસુ છે જ્યારે રાઘવ પ્રેમથી તે લૂંછી રહ્યો છે. એક તસવીરમાં પરિણીતી રાઘવને ભેટી રહી છે. એક તસવીર ચોપરા અને ચઢ્ઢા પરિવારના પર્ફોર્મન્સની છે. છેલ્લી તસવીરમાં પરિણીતી વિક્ટ્રીની સાઈન દેખાડી રહી છે.
આ સાથે કેપ્શનમાં લખ્યું છે ‘એક બ્રેકફાસ્ટ સાથે લીધું અને હું જાણી ગઈ હતી કે મને આખરે તે મળી ગયો છે. સૌથી અદ્દભુત માણસ છે, જે શાંત અને પ્રેરણાદાયી છે. તેનો સપોર્ટ, હ્યુમર, સમજણશક્તિ અને મિત્રતા શુદ્ધ છે. તે મારું ઘર છે.
અમારી એન્ગેજમેન્ટ પાર્ટી એક સપનું પુરું થવા સમાન હતી, જે પ્રેમ, હાસ્ય, લાગણી અનો ડાન્સથી ભરેલી હતી. અમે ભેટ્યા ત્યારે અમારા પ્રિયજનોએ તેનું સેલિબ્રેશન કર્યું હતું અને અમે લાગણીઓમાં વહી ગયા હતા.
એક નાનકડી છોકરી, જેને રાજકુમારીની કહાણીઓ પસંદ હતી, મેં મારી પરીકથા કેવી રીતે શરૂ થશે તે ઈમેજિન કર્યું હતું. તે શરૂ થઈ છે અને મેં જે ધાર્યું હતું તેના કરતાં વધારે સારી છે’. સબા પટૌડી, કનિકા કપૂર તેમજ શાહિન ભટ્ટ સહિતના સેલેબ્સ અને ફેન્સે ફરીથી કપલને અભિનંદન પાઠવ્યા છે. તો એક્ટ્રેસના ભાઈ શિવાંગ ચોપરાએ લખ્યું છે ‘દિવસનું સૌથી ખાસ રિમાઈન્ડર’.
આ પણ વાંચો: અનુપમ ખેર ફિલ્મ ‘વિજય 69’ ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત, અભિનેતાએ ખુદ ફોટો શેર આપી માહિતી
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લંડન ઓફ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે ભણતા હતા. ત્યારથી તેઓ સારા મિત્રો હતા. જો કે, તેમની મિત્રતા ગત વર્ષે પ્રેમમાં પરિણમી હતી. જ્યારે એક્ટ્રેસ પંજાબમાં તેની આગામી ફિલ્મ ‘ચમકિલા’નું શૂટિંગ કરી રહી હતી. તે સમયે મિત્ર તરીકે રાઘવ પરિણીતીને મળવા ગયો હતો અને આમ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
આ વાતની ગંધ તેમણે કોઈને આવવા દીધી નહોતી. ગત મહિને જ્યારે બંને ઉપરાઉપરી બે દિવસ લંચ અને ડિનર ડેટ પર જતા દેખાયા ત્યારે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાના રિપોર્ટ્સ વહેતા થયા હતા. કપલ ઓક્ટોબરમાં લગ્ન કરશે તેવી શક્યતા છે.