બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ ઓગસ્ટમાં પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. અભિનેત્રી ગઈકાલે દિવાળી માટે દિલ્હી આવી હતી અને આજે બપોરે ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અભિનેત્રીના ચાહકો આ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ દંપતીએ ખુશખબર શેર કરી છે.
પરિણીતી ચોપરાએ એક પુત્રને જન્મ આપ્યો છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ તેમના ઘરમાં એક નાના મહેમાનનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ તેમના પુત્રના આગમનની જાહેરાત કરતી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ સપ્ટેમ્બર 2023 માં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતી હાલમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ચાહકો સાથે એક પોસ્ટ શેર કરી, તેણે માતા બનવાની જાહેરાત કરી. અંતે તેણીએ એક બાળકને જન્મ આપ્યો છે.