Raghav Chadha-Parineeti Chopra Engagement : અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી, જુઓ તસવીરો

Raghav Chadha-Parineeti Chopra Engagement: રાઘવ અને પરિણીતી ચોપરાના સગાઈ સમારોહમાં પંજાબના સીએમ ભગવંત માન, પ્રિયંકા ચોપરા, મનીષ મલ્હોત્રા સહિત મનોરંજન અને રાજકારણની દુનિયાના લોકો હાજર રહ્યા

Written by Ashish Goyal
May 13, 2023 22:03 IST
Raghav Chadha-Parineeti Chopra Engagement : અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી, જુઓ તસવીરો
અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે દિલ્હીમાં રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી (તસવીર -પરિણીતી ચોપરા ઇન્સ્ટાગ્રામ)

Raghav Chadha-Parineeti Chopra Engagement pics: અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે દિલ્હીમાં રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. પરિણીતી ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે પરિણીતી અથવા રાઘવ બંનેમાંથી કોઈએ સંબંધનો સ્વીકાર કર્યો છે. પરિણીતીએ ટ્વિટ કર્યું કે મેં જે માટે પ્રાર્થના કરી તે બધું, મેં કહ્યું હા! સગાઇ દરમિયાન પરિણીતીએ ક્રિમ કલરનો શૂટ પહેર્યા હતો. જ્યારે રાઘવ વ્હાઇટ કલરના કુર્તામાં જોવા મળ્યો હતો.

રાઘવ અને પરિણીતી ચોપરાના સગાઈ સમારોહમાં પંજાબના સીએમ ભગવંત માન, પ્રિયંકા ચોપરા, મનીષ મલ્હોત્રા, ડેરેક ઓ’બ્રાયન, અભિષેક મનુ સિંઘવી સહિત મનોરંજન અને રાજકારણની દુનિયાના અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા.

સગાઇ પહેલા પરિણીતીના કાકી અને પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તેમની ભત્રીજીને શુભેચ્છાઓ પાઠવી હતી. મધુ ચોપરાએ પિંકવિલાને કહ્યું હતું કે, “હું પરિણીતી અને રાઘવ માટે ખૂબ જ ખુશ છું. અમારા બધાના આશીર્વાદ સાથે તેમની બંનેની સાથે છે.

આ પણ વાંચો – પ્રિયંકા ચોપરાએ જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે નિક જોનાસ માત્ર 7 વર્ષનો હતો

મુંબઈમાં રેસ્ટોરન્ટની બહાર બન્નેના ફોટા સાથે આવ્યા બાદ તેમના ડેટિંગની અફવાઓ ફેલાઇ હતી. મોહાલીમાં આઈપીએલ મેચમાં હાજરી આપતી વખતે ક્લિક થયા હતા જેણે તેમના સંબંધો વિશેની અફવાઓની પુષ્ટિ કરી હતી. પરિણીતી અને રાઘવ બંને શરમાતા જોવા મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ