લાંબા સમયથી ફિલ્મોને લઇને સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ થઇ રહ્યો છે. હાલ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ને લઇને ઇન્ટરનેટ પર બબાલ ચાલી રહી છે. અમુક સંગઠનો દ્વારા સતત આ ફિલ્મ ન જોવાની માંગણી કરી રહ્યા છે. હવે આ મુદ્દા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિનેમા એમ્પલોઇઝે પોતાની ચુપ્પી તોડી છે અને એક નિવેદન બહાર પાડીને આ પ્રવૃત્તિની આલોચના કરી છે.
FWICEનું ટ્વિટ
એફડબલ્યુઆઇસીઇએ (FWICE) પોતાનું નિવેદન પોતાના સત્તાવાર ટેવિટર હેન્ડલ પર શેર કર્યું છે. જેમાં તેમણે ફિલ્મોના સતત બોયકોટની કડક શબ્દોમાં નિંદા કરી છે, થિયેટરોમાં ગુંડાગર્દી, ધમકીઓ બદલ સુરક્ષાની માંગણી કરી છે. હાલ બોલિવૂડની ફિલ્મો પ્રતિ ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડની અસર ફિલ્મોમાં કામ કરનારા લાખો લોકો પર પડી રહી છે અને આ વાતને એફડબલ્યૂઆઇસીએ ગંભીરતાથી લીધી છે.
સારી ફિલ્મ બનાવવા પાછળ નિર્માતાઓ દિન-રાત મહેનત કરે છે
આમાં સામાન્ય મજૂરો, ટેકનિશિયનો અને કલાકારોના અસ્તિત્વને સંકટ આવી પડે છે. આ ઉદ્યોગ દ્વારા લાખો લોકો રોજગાર મેળવી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં ફક્ત નિર્મતા, દિગ્દર્શક, લેખક અથવા કલાકારો જ જોડાયેલા નથી હોતા, પરંતુ એક ફિલ્મ સાથે લાખો ક્રુ મેમ્બર્સ જોડાયેલા હોય છે. ફિલ્મને તૈયાર કરવામાં અધધધ રોકાણ કરવામાં આવેલું હોય છે. જેના થકી લાખો લોકો પોતાનું જીવન ચલાવતા હોય છે. તેથી જ નિર્માતા એક સારી ફિલ્મ બનાવવા પાછળ દિન રાત મહેનત કરતો હોય છે જે સારું રિટર્ન આપી શકે.
આ પણ વાંચો: નાગિન સિઝન 6 બંધ થવા પાછળ આ કારણો જવાબદાર ?
લોકો માટે ફિલ્મનો બોયકોટ સરળ
લોકો માટે ફિલ્મનો બોયકોટ કરવો સરળ છે, પરંતુ એ નિર્માતાનું શું જેણે આ ફિલ્મમાં કરોડોનું રોકાણ કર્યું છે. એક ફિલ્મ બહુ મહેનત પછી બનતી હોય છે. ફિલ્મના બોયકોટથી આ સઘળું વેડફાઇ જતું હોય છે. બોયકોટના કારણે લોકો થિયેટરોમાં ઘુસી જઇને દર્શકોને ધમકાવતા હોય છે તેમજ જબરજસ્તીથી થિયેટરો ખાલી કરાવતા હોય છે. એટલું જ નહીં ઘણા તો નિર્માતાઓ અભિનેતા, અભિનેત્રીઓને પણ ધમકાવતા હોય છે. અને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય છે. જેને પગલે એસોસિયેએશન આ પ્રકારના બોલીવૂડ ટ્રેન્ડસ પર કડકાઇ વર્તીને રોક લગાડવા માટે સરકારને વિનંતી કરી છે.