પ્રિયંકા ચોપરાના હસબન્ડ નિક જોનાસ પત્ની માટે એવું તો શું કર્યું તો ફેન્સ થયા મંત્રમુગ્ધ, જુઓ વિડીયો

મનોરંજન | નિક જોનાસ (Nick Jonas) એ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) નીઅપકમિંગ મૂવીનું પ્રોમોશન કરતા આ કર્યું કે, નિકના આ હાવભાવથી ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.

મનોરંજન | નિક જોનાસ (Nick Jonas) એ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) નીઅપકમિંગ મૂવીનું પ્રોમોશન કરતા આ કર્યું કે, નિકના આ હાવભાવથી ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.

author-image
shivani chauhan
New Update
nick jonas priyanka chopra

પ્રિયંકા ચોપરા હસબન્ડ નિક જોનાસ પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ ધ બ્લફ પ્રમોશન મનોરંજન । Priyanka Chopra Husband Nick Jonas Priyanka Chopra upcoming movie The Bluff promotion Photograph: (Social Media)

મનોરંજન ન્યૂઝ | સોશિયલ મીડિયા પર નિક જોનાસ (Nick Jonas) ને એક આદર્શ પતિ માનવામાં આવે છે. તે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)  પર પ્રેમનો વરસાદ વરસાવે છે. તાજેતરના એક વીડિયોમાં તે પ્રિયંકાની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. આ દરમિયાન ચાહકોએ એ જોયું બધા ચોંકી ગયા છે.

Advertisment

નિક જોનાસ (Nick Jonas) એ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) નીઅપકમિંગ મૂવીનું પ્રોમોશન કરતા મંગળસૂત્ર તેના હાથ પર બાંધ્યું હતું. નિકના આ હાવભાવથી ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.

પ્રિયંકા ચોપરાની મુવી ધ બ્લફ પ્રમોશન

નિક જોનાસે પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ "ધ બ્લફ" ના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ પોસ્ટ કર્યો. તેણે દેશી ગર્લ માટે નાસ્તો પણ બનાવ્યો હતો. ચાહકો નિકની નાસ્તો બનાવવાની કુશળતાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ફેન્સે મંગળસૂત્ર જોયું અને પ્રતિક્રિયા આપી

વીડિયોમાં, ચાહકોએ જોયું કે નિક જોનાસે બ્રેસલેટ પહેર્યું હતું. પરંતુ તે બ્રેસલેટ નહીં, પ્રિયંકા ચોપરાનું મંગળસૂત્ર હતું. આ સાથે નિકે પ્રિયંકા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. યુઝર્સે આ પર પ્રતિક્રિયા આપતા નિકના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે પોસ્ટ પર તેના માટે હૃદય અને સુંદર સ્મિતના ઇમોજી શેર કર્યા હતા.

Advertisment

પ્રિયંકા ચોપરા મુવીઝ 

પ્રિયંકા ચોપરાના કરિયરની વાત કરીએ તો, તે હોલીવુડ ફિલ્મ 'ધ બ્લફ' અને રાજામૌલીની પેન-ઇન્ડિયા ફિલ્મ 'વારાણસી'નો ભાગ છે. પ્રિયંકા ચોપરા દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે ફિલ્મ 'વારાણસી'માં જોવા મળશે. આ ફિલ્મ મોટા પાયે બની રહી છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મના શૂટિંગ માટે સતત ભારત આવી રહી છે. હવે તેનું નામ ફિલ્મ '007 બોન્ડ' સિરીઝને લઈને પણ ચર્ચામાં છે.

મનોરંજન ન્યૂઝ